કહેવાય છે કે મારનાર કરતા બચાવનાર મહાન હોય છે. આવું જ કંઈક શિવપુરીમાં(Shivpuri) થયું, જ્યારે એક નિર્દય માતાએ(Cruel mother) તેના એક દિવસના નવજાત બાળકને(Newborn baby) જમીનમાં દાટી દીધું. એક ક્રૂર માતાએ જે કર્યું તેનાથી માનવતાને શરમ આવવી જોઈએ. ઉંડાઈ ઓછી હતી જેના કારણે ખેડૂતે બાળકનો રડવાનો અવાજ સાંભળીને તેને બચાવી લીધો હતો.
મળેલી માહિતી મુજબ આ મામલો શિવપુરી જિલ્લાના પોહારી તાલુકાના સરજાપુર ગામનો છે. કોઈએ એક દિવસના નવજાત બાળકને ખેતરના પટ્ટા પાસેના ખાડામાં જીવતું દાટી દીધું અને તેના પર પથ્થરો મૂક્યા. તે ઝાડીઓથી પણ ઢંકાયેલું હતું, જેથી કોઈ ત્યાં પહોંચી ન શકે. ખાડો બહુ ઊંડો નહોતો. નવજાત બાળક રડવા માંડ્યું ત્યારે ખેતરમાં ઢોર ચરાવી રહેલા ખેડૂતે સાંભળ્યું. જ્યારે ખેડૂતે ઝાડીઓ અને પથ્થરો હટાવ્યા ત્યારે તે પણ નવજાતને જમીનમાં દટાયેલો જોઈને ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયો હતો.
નિર્દય અને ક્રૂર જનેતાએ એક દિવસના બાળકને જમીનમાં દાટી દીધું- જુઓ તડપી રહેલા માંસુમનો વિડીયો pic.twitter.com/6Kao5D90UP
— Trishul News (@TrishulNews) February 25, 2022
તેના સારા નસીબે તે નવજાત બાળક જીવિત હતું, જેથી ખેડૂતે તાત્કાલિક 100 ડાયલ કરી ફોન કરીને નવજાત શિશુના મળવાની પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નવજાતને હોસ્પિટલ લઈ ગઈ હતી. નવજાત શિશુને માથા, ઘૂંટણ અને પંજા પર ઈજાના કારણે SNCU શિવપુરીમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળેલી માહિતી મુજબ બાળકનું વજન 2.155 કિલો છે. ડોકટરો તેની સંભાળ લઈ રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકનો જન્મ બુધવારે સવારે થયો હશે. જે ખેતરમાં તે મળી આવ્યો હતો તે જંગલને અડીને આવેલો વિસ્તાર છે. ખાડો ઊંડો ન હોવાથી બાળકનો શ્વાસ ચાલુ રહ્યો અને તે બચી ગયો. નવજાત શિશુ સાથે આવું કૃત્ય કરનારને પોલીસ શોધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.