Sabarkantha Crime: હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. હિંમતનગરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઘરે આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. નિવૃત્ત પોલીસકર્મી(Sabarkantha Crime) અને તેમના પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને ડબલ મર્ડર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત પોલીસ પરિવારના ઘરે હત્યાનો બનાવ બન્યો છે. નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની તેમના જ ઘરમાં નિર્મમ હત્યા કરવામાં આવી છે. આવી ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.
પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યા
મળતી માહિતી અનુસાર, ભરબપોરે ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં એસલીબી, એસઓજી, ટીવાય એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. સાથે જ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટી રહ્યા છે.
અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી
હાલ પોલીસ દ્વારા હત્યાઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા ઘરની આસપાસના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે.ઘટનાને પગલે ડોગ સ્કોર્ડ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા આસપાસમાં રહેતા લોકો અને પરિવારજનોનના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. હત્યા કયા કારણોસર કરવામાં આવી અને હત્યા કરનાર ફરાર હત્યારાઓ કોણ છે, તે દિશામાં પોલીસ તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, હાલ હત્યાઓ અંગે કોઇ માહિતી સામે આવી નથી. હવે જોવાનું રહ્યું કે, પોલીસ તપાસમાં ઘટના અંગે કઇ-કઇ ચોંકાવનારી વિગતો સામે આવે છે.
જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
આ દંપતીની હત્યા તીક્ષ્ણ હથિયાર દ્વારા કરવામાં આવી છે. આ હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે, તેવી વાત હાલ સામે આવી રહી છે. ધોળા દિવસે પોલીસ દંપતીની નિર્મમ ઘટના સામે આવતા એ ડીવીઝન, એલસીબી,સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App