Sabarkantha Bus Rescue: સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ ચોતરફ પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ દરમિયાન હિંમતનગરના હમીરગઢ નજીક અંડરપાસમાં બસ ફસાઈ જવા પામી હતી. અંડરપાસમાં બસને ચાલકે ઉતારી હતી. આ દરમિયાન બસ પાણીમાં(Sabarkantha Bus Rescue) જ બંધ પડી જતા સંપૂર્ણ પણે ડૂબી જવા પામી હતી.
હિંમતનગરમાં રેલવે અંડરબ્રિજમાં બસ અને કાર પાણીમાં ગરકાવ
સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યું છે. ખાસ કરીને હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. આ દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ હતી.
હિંમતનગરથી વીરાવડા વાયા હમીરગઢ જઈ રહેલી એસટી બસ અંડરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ હતી. પાણી ભરાય તે પૂર્વે એસટી બસ અંડરબ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી ગઈ હતી. તેમજ એક કાર પાણી ડૂબી જતા સીડી વડે કારમાં સવાર વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં ફરી વળ્યું હતું. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે.
આ રીતે કર્યો બચાવ
પ્રવાસીઓ ભરેલી બસ રેલવે અંડર બ્રિજમાં વરસાદી પાણીમાં ફસાઇ હતી. જે બાદ તમામ મુસાફરોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે બસના ડ્રાઇવરે કહ્યું કે, આગળ ટ્રેક્ટર નીકળ્યું ગયું પણ બસ ટેક્નિકલ ખામીને કારણે બંધ થઇ ગઇ હતી. બસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો પણ બસ ચાલુ થઇ નહીં. અચાનક ખતરોનું પાણી ગરનાળામાં આવ્યું હતું. જેના પગલે મુસાફરોને બહાર કાઢ્યા બાદ હું અને કન્ડેક્ટર બસની ઉપર ચડી ગયા હતા. ગામના લોકોએ સીડી-દોરી નાંખી બહાર કાઢ્યા હતા.
ડ્રાઈવર અને કંડક્ટરનો શ્વાસ અધ્ધર થઈ ગયો
બસમાં સવાર ડ્રાઈવર અને મહિલા કંડક્ટરનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. તેઓ ફટાફટ બસની ઉપર ચઢી ગયા હતા. આખે આખી બસ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ સ્થાનિક લોકોએ ડ્રાઈવર અને મહિલા કંડક્ટરને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે, આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળી દીધું છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. પ્રાંતિજમાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App