સુરતમાં 7 લોકોના હાડપિંજર બનેલી લાશોની આત્મા બોલે છે: એથર ના માલિકો પર સાપરાધ મનુષ્ય વધ ની ફરિયાદ લખો

સુરતની સચિન GIDC માં આવેલી એથર (Aether Fire) કંપનીમાં મળેલી ભડથું થયેલી સાત લાશમાં કોઈના માથા નથી, તો કોઈનું શરીર નથી. DNA ટેસ્ટ સિવાય કોઈનું…

સુરતની સચિન GIDC માં આવેલી એથર (Aether Fire) કંપનીમાં મળેલી ભડથું થયેલી સાત લાશમાં કોઈના માથા નથી, તો કોઈનું શરીર નથી. DNA ટેસ્ટ સિવાય કોઈનું ઓળખ પણ નથી થઇ શકે તેમ. એથર કંપનીમાં ટેન્કમાંથી ટેટ્રાહાઇડ્રોફ્યુરન એટલે કે ટીએચએફ લીકેજ થયા બાદ જ બ્લાસ્ટ થયો હતો. આ લીકેજ કોની નિષ્કાળજીના કારણે થયું તે હવે તપાસનો વિષય છે. તપાસ વગર GPCB ના જીજ્ઞા ઓઝા એ તો આ અકસ્માત છે એમ કહીને કંપનીનો બચાવ કરી નાખ્યો છે. સચિન GIDC નો વહીવટદાર ગણાતો દાઢી મહેન્દ્ર નામનો માણસ પોલીસ સાથેનું સંકલન સાંભળી રહ્યો છે અને કંપની આસપાસ મીડિયા ન ફરકે તેની તકેદારી લેવાઈ રહી છે. ત્યારે સરકારી ચોપડે નોંધાયેલા સાત મૃતકોની આત્મા શું વિચારતી હશે તેનું આંકલન અમે કરવાની કોશિશ કરી છે.:

“સાહેબ, અમે તો મજુર માણસો છીએ, અમને ક્યાં ખબર હતી કે અમારા મોતને જોવાની તક પણ અમને નહિ મળે? અમને તો ભાગવાની તો શું હલવાની પણ તક ન મળી અને અમારા ધડ અલગ થઇ ગયા, અમે ભડથું થઇ ગયા.

સુરતના તક્ષશિલા કાંડ વખતે મૃતકો હતા એમની સાથે અમે હવે છીએ પણ ત્યારે સુરતમાં ચૂંટણીની સીઝન હતી, મૃતકો સદ્ધર હતા. પણ અમે તો એથર કંપનીમાં ( Aether Fire) કામ કરતા ગરીબ મજુર છીએ તો અમારા માટે કોણ ન્યાયની માંગ ઉઠાવશે? અમે જે કંપનીમાં નોકરી કરીએ છીએ એ કંપનીના શેઠ લોકો તો અમારી 50 લાખ કિંમત કરી ગયા છે પણ આ દુર્ઘટના પાછળના દોષિતોને કોણ સજા અપાવશે?

અમે મૃતકો વિચારી રહ્યા છીએ કે , પૈસા અને સાહેબોને સાચવવાની આટલી બધી બીક? અમારામાંથી કોઈ જીજ્ઞાબેન ઓઝાનું સ્વજન નથી એટલે જ તેમણે કહી દીધું કોઈ ચાલતા ચાલતા પડી જાય એમ આ કંપનીની ઘટના એક અકસ્માત છે કોઇ પ્લાન કરેલી ઘટના ન કહી શકાય. અરે! બેન, તમને સરકારે તપાસ અને કાર્યવાહી માટે પગાર આપ્યો છે કે, કોઈને બચાવવા અને નિર્દોષ જાહેર કરવાના સર્ટીફીકેટ દેનાર?”

અને હા, મહેન્દ્ર દાઢી તમે કેવી રીતે ગટર સાફ કરવાના કોન્ટ્રાકટરમાંથી કરોડોના આસામી બન્યા છો એ અમને ખબર છે સાહેબ. તમે અધિકારીઓના હપ્તાના સેટિંગ કરાવીને કમાણી કરો અમને વાંધો નથી પણ શા માટે અમારી લાશો ની પણ દલાલી કરો છો? કઈક તો લાજ શરમ રાખો, તમને ઉદ્યોગકારોએ લીલા તોરણે હરાવીને પાછા મોકલ્યા છે તેમ છતાં સુધરતા નથી?”

સુરતમાં બે દિવસ અગાઉ સચિન GIDC માં વહેલી સવારે બનેલી ગોઝારી ઘટનામાં આગ અને બ્લાસ્ટ ની ઘટના બની હતી. એથર કંપની કે જેમાંથી 7 માનવ કંકાલ મળી આવ્યા બાદ પણ સચિનની એથર ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગની ઘટનામાં સચિન GIDC પોલીસે 48 કલાક બાદ પણ બેદરકારીનો ગુનો નોંધ્યો નથી. ત્યારે સુરતની તક્ષશિલા અગ્નિકાંડ યાદ આવી જાય. જ્યાં પોલીસે કડક કાર્યવાહી કરીને બિલ્ડર સહીત કેટલાય અધિકારીને જેલ ભેગા કર્યા હતા. પરંતુ હાલમાં સચિન GIDC માં બનેલી ઘટનામાં પોલીસનું મૌન ઘણું કહી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *