સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગૌતમનગરમાં કરિયાણાને વેપારીએ આપઘાત કરી લીધો છે. ખાલી રૂમમાંથી સવારે યુપીવાસી વિષ્ણુદતનો લટકતો મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે, વિષ્ણુદતને પોલીસે પકડ્યા બાદ ઘરે આવ્યો ત્યારથી માનસિક તણાવમાં હતો જેથી તેણે આપઘાત કરી લીધો છે. હાલ પોલીસે આપઘાત કરનાર વિષ્ણુના પોસ્ટ મોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી છે.
સચિન GIDC વિસ્તારમાં રહેતા વિષ્ણુ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. પરિવારજન સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, વિષ્ણુ બે દિવસથી માનસિક તણાવમાં જીવતો હતો.વિષ્ણુને પોલીસે દુકાન ખોલવાના આરોપમાં ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ ગયેલી. બાદમાં માર માર્યો હતો. આખો દિવસ પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. પોલીસ સ્ટેશનથી 4 હજાર દંડની રકમ ભરીને આવ્યા બાદ રૂમમાં જ રહેતો. તેને બેઈજ્જતી થયાનું સતત લાગતું અને આ જ તણાવમાં આપઘાત કરી લીધો હોવાનું તેમના નજીકનાએ જણાવ્યું છે. રાત્રે ભોજન કર્યા વગર સુઈ જનાર વિષ્ણુ 11 મી ની સવારે માનસિક તણાવમાં હતો.
આપઘાતની આગલી રાતે વિષ્ણુએ પરિવારમાં કહ્યું હતું કે, મેરા ઇતના બેઇજતી કભી નહિ હુવા કહી ફરી રૂમમાં ચાલી ગયો હતો. અને રાત્રે ગાળાફાંસો ખાઈ લીધો હતો. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news