કાર ચલાવતા સમયે સચિન તેંદુલકર ભૂલી ગયો રસ્તો અને પછી તો થયું એવું કે… -જુઓ વિડીયો

આજના સમયમાં ટેક્નોલોજી માનવજીવન સાથે વણાઈ ગઈ છે. ત્યારપછી સામાનની ખરીદી કરવાની વાત હોય કે પછી સમગ્ર વિશ્વને ખુંદી વળવાની. ટેક્નોલોજી અનિવાર્ય બની ગઈ છે.…

આજના સમયમાં ટેક્નોલોજી માનવજીવન સાથે વણાઈ ગઈ છે. ત્યારપછી સામાનની ખરીદી કરવાની વાત હોય કે પછી સમગ્ર વિશ્વને ખુંદી વળવાની. ટેક્નોલોજી અનિવાર્ય બની ગઈ છે. લોકો ટેક્નોલોજી પર એ હદે આત્મનિર્ભર બની ગયા છે કે, રસ્તો પુછવા માટે નેવિગેશનનો ઉપયોગ કરવા લાગ્યા છે.

રસ્તો શોધવાના મામલે ઘણીવાર ટેક્નોલોજી પણ ભારે ભુલ કરી બેસતી હોય છે. છેવટે આવી પરિસ્થિતિમાં માણસ જ માણસને કામ લાગે છે. પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની સાથે પણ કંઈક આવી જ ઘટના બની છે. જેનો સચિને જાતે જ ખુલાસો કરતા વીડિયો પણ શેર કર્યો છે. જેમાં સચિને જણાવ્યું હતું કે, તેઓ પોતે જ રસ્તો ભૂલી ગયો હતો પરંતુ એક રિક્ષા ડ્રાઈવરે એની મદદ કરી હતી.

સચિને જાન્યુઆરી વર્ષ 2020માં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં એણે કહ્યું હતું કે, તે કેવી રીતે રસ્તો ભૂલી ગયો હતો. સચિને જણાવ્યું કે, હું કાંદિવલી ઈસ્ટમાં છું તથા શું તમે માનશો કે હું અહીં રસ્તો જ ભૂલી ગયો છું. રસ્તા પર કામ ચાલુ હોવાને કારણે હું અહીંનો રસ્તો જ ઓળખી શક્યો નહી.

ક્રિકેટના ભગવાને આગળ ઉમેરતાં કહ્યું હતું કે, તે ક્યારેય પણ રસ્તો શોધી શકતો નથી. હાઈવે પર પહોંચ્યા પછી સચિને જણાવ્યું કે, હવે મને રસ્તો મળી ગયો છે. સચિન રિક્ષા ડ્રાઈવર સાથે વાતચીત કરીને તેનું નામ પણ પુછ્યું. રિક્ષા ડ્રાઈવરે પોતાનું નામ મંગેશ જણાવ્યું હતું.

સચિને જણાવ્યું હતું કે, એને સાચો રસ્તો નહોતો મળી રહ્યો ત્યારે એક રિક્ષા ડ્રાઈવરે એને ઓળખીને એને પોતાની પાછળ આવવા કહ્યું. સચિને આ રિક્ષા ડ્રાઈવરની સાથે સેલ્ફી પણ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *