એક પણ ઝાડ કાપ્યા વગર ‘સદૈવ અટલ’ સમાધિ સ્થળ તૈયાર, 25એ પહેલી પ્રાર્થનાસભાનું આયોજન

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમીતે અટલ સ્મૃતિ ટ્રસ્ટે વાજપાયીના નવનિર્મિત સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે 25 ડિસેમ્બરે પહેલી પ્રાર્થનાસભાનું આયોજન કર્યુ છે. જેમાં…

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમીતે અટલ સ્મૃતિ ટ્રસ્ટે વાજપાયીના નવનિર્મિત સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે 25 ડિસેમ્બરે પહેલી પ્રાર્થનાસભાનું આયોજન કર્યુ છે. જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતનાં વિપક્ષી દળોનાં નેતાઓને પણ આમંત્રિત કરાયા છે. હાલ સમાધિ સ્થળે ફિનિશીંગ અને સજાવટનું કામ ચાલુ છે.

અટલજીની ઈચ્છાઓને ધ્યાનમાં રખાઈ

અટલ સ્મૃતિ ટ્રસ્ટનાં અધ્યક્ષ પ્રોફેસર વિજય કુમાર મલ્હોત્રાએ ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ સમાધિનું અટલજીનાં પર્યાવરણ પ્રેમને ધ્યાનમાં રાખીને એ પ્રકારે કરવામાં આવ્યું છે કે એક પણ ઝાડને કાપવાની જરૂર પડી ન હતી.

અટલજીની અંતિમ વિધી જ્યાં થઈ હતી ત્યાંથી થોડે દુર સમાધિ બનાવવામાં આવી છે. જ્યાં અંતિમ વિધી કરાઈ હતી તે સ્થળને અંતિમ વિધી સ્થળ બનવવામાં આવ્યુ છે. અટલજીની સ્મૃતિમાં બનાવવામાં આવેલા આ સ્થળનો પણ નેતાઓની અંતિમવિધી માટે ઉપયોગ કરવામાં આવશે.

આ જગ્યાએ રાષ્ટ્રપતિ જ્ઞાનીજૈલસિંહ, આર વેંકટરમન, શંકરદયાળ શર્મા, કે આર નારાયણ, વડાપ્રધાન આઈકે ગુજરાલ, પીવી નરસિંહ રાવ, ચંદ્રશેખરની સમાધિ પહેલાથી જ છે. રાષ્ટ્રિય સ્મૃતિ 7 એકરમાં ફેલાયેલી છે જેમાં અટલજીના સમાધિ સ્થળ માટે 1.5 એકર જમીનને ઉપયોગમાં લેવાઈ છે.

સદૈવ અટલ સમાધિનાં નિર્માણમાં ભવ્યતાને પણ ધ્યાનમાં રાખવામા આવી છે. આ સમાધિને કમળનાં ફુલનાં આકારમાં બવાવવામાં આવી છે, જેમાં સમાધિ વચ્ચે એક પારદર્શક પથ્થરમાં જ્યોતિની જેમ ઝળહળતી એક લાઈટ લગાવવામાં આવી છે.

સમાધિની ચારેય બાજુ 8 દિવાલ છે જેની પર, મૃત્યુની ઉમર શું? જિંદગી -સિલસિલો, મેં જી ભર જીયા જેવી અટલજીની કવિતાઓની પંક્તિઓ લખાવામાં આવી છે.

પૂર્વ વડાપ્રધાન અટલજીની જન્મજયંતીને ખાસ બનાવવા PM મોદીએ લોન્ચ કર્યો 100 રૂપિયાનો સ્મારક સિક્કો

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં PM નરેન્દ્ર મોદીએ 100 રૂપિયાનો સ્મારક સિક્કો  લોન્ચ કર્યો છે. આ સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલજીની તસવીર છે. 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાનની જન્મ જયંતી છે. તે અવસરે સ્મારક સિક્કો જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. એવામાં સરકાર તેમની 95મી જન્મજયંતીને ખાસ બનાવી છે.

અટલજીનો સિક્કો જાહેર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, અટલજીનો સિક્કો આપણા દિલો પર 50 વર્ષો સુધી ચાલ્યો. જો આપણે તેમના આદર્શો પર ચાલીશું તો આપણે પણ અટલ બની શકીએ છીએ. આપણે તેમના જીવન પરથી પ્રેરણા લેવી જોઈએ.

 

શું છે સિક્કાની વિશેષતા?

સિક્કાની બીજી તરફ અશોક સ્તંભ છે.

સિક્કાની એક તરફ પૂર્વ વડાપ્રધાનનું પૂરું નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે.

તસવીરની નીચેના ભાગમાં વાજપેયીનો જન્મ વર્ષ 1924 અને દહાંત વર્ષ 2018 અંકિત કરવામાં આવ્યા છે.

આ સિક્કાનું વજન 35 ગ્રામ છે.

સિક્કાની ડાબી બાજુ દેવનાગરી લિપિમાં ભારત અને જમણી તરફ અંગ્રેજીમાં ઈન્ડિયા લખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *