કાળી ચૌદસના દિવસે હનુમાનજીની કરો આ ખાસ સાધના, આ મંત્રથી થશે ચમત્કાર

Kali Chaudas 2024: આ વર્ષે કાળી ચૌદસ અને દિપાવલી બંને એક જ દિવસે એટલે કે 31 ઓક્ટોબર 2014 ના દિવસે આવી રહી છે. તંત્ર સાધના, કાલિકા માતા અને હનુમાનજીની (Kali Chaudas 2024) વિશેષ પૂજા અર્ચના કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. હનુમાનજી એ દુઃખોને નાશ કરનારા પરમ શક્તિશાળી પરાક્રમી અને દરેક કાર્યને સિદ્ધ કરનાર મહાવીર છે..

આ દુનિયામાં એવું કોઈ કામ નથી જે હનુમાનજીએ પૂર્ણ ન કર્યું હોય. હનુમાન મંત્ર માં બતાવ્યા અનુસાર સાધનાત્મક પ્રયોગ અત્યંત ચમત્કારિક છે. આ પ્રયોગને દરેક લોકોએ કરવો જોઈએ જેથી જીવનમાં ભવિષ્યમાં આવનારી તકલીફોનું સમાધાન થઈ શકે. એટલા માટે જ દરેક ગામ, શેરી, મહોલ્લાઓમાં હનુમાનજીનું એક મંદિર તો જરૂરથી હોય હોય અને હોય જ છે. દરેક દેવી-દેવતાની સાધના કરતા પહેલા હનુમાન મંત્ર સાધના કરવી અનિવાર્ય છે. દિવસ હોય કે રાત હનુમાનજી ભક્તોની રક્ષા માટે હંમેશા તૈયાર જ હોય છે.

હનુમાનજી દુઃખનો નાશ કરનારા શક્તિશાળી તેમજ દરેક પ્રશ્નોને હરનારા મહાવીર છે. તેમના નામનું સ્મરણ કરતા જ તે જે તે વ્યક્તિના જીવનમાં સાહસ અને હિંમત ભરી દે છે. જીવનમાં ઘણી વખત એવો સમય આવીને ઉભો રહે છે કે આપણે ખૂબ ડરી જઈએ છીએ અને ગભરાઈ જઈએ છીએ. જો આ સમય દરમિયાન હનુમાનજીનો અને આપણો સાથ હોય તો ડર લાગતો નથી અને દરેક પરિસ્થિતિમાં વિજય મળે છે.

આ પ્રયોગ સામાન્ય રીતે રાત્રે જ કરવાનો હોય છે. હનુમાન જયંતી કાલી ચૌદશ ના દિવસે રાત્રે 10 વાગ્યા પછી આ સાધના કરવી જોઈએ. આ સાધના કરવા માટે જે તે સાધકે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના હોય છે. અને દક્ષિણ દિશામાં મોઢું રાખી બેસવાનું હોય છે. ત્યારબાદ તમારી સામે એક બાજોઠ પર લાલ રેશમનું કપડું પાથરવાનું અને તેના પર હનુમાનજીની મૂર્તિ ની સ્થાપના કરવાની હોય છે. આ પૂજા માટે ખાસ લાલ રંગના ફૂલની માળા અર્પણ કરવાની હોય છે. આ સાધના દરમિયાન બાજોટ ઉપર જ આપણા ગુરુનું ચિત્ર મૂકવું અને પાદુકા પણ મૂકવી અને ગુરુદેવનું સ્મરણ કરવું.

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વર: ગુરુ સાક્ષાત પરમબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
ત્યાર પછી ગુરુની પ્રતિમા તેમજ પાદુકાને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવું અને સ્વચ્છ કપડાથી લૂછીને સ્થાપના કરવી. ગુરુવે સ્નાનમ સમર્પયામી. ત્યાર પછી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા તેમજ નૈવેદ્ય અર્પણ કરવું. ઓમ ગુરુવે કુમકુમ સમર્પયામી, ગુરુવે અક્ષત, ગુરુવે પુષ્પમ, ગુરુવે નૈવેદ્યમ, ગુરુવે ધુપ-દિપમ સમર્પયામી. ત્રણ ચમચી પાણી ગુરૂની પ્રતિમા તેમજ પાદુકા પર ફેરવીને જમીન પર છોડી દેવું.

ત્યારબાદ ઓમ પરમ તત્વય નારાયણ ગુરુભ્યો નમઃ, આ મંત્ર બોલી સંકલ્પ કરો. ઓમ હું (તમારું નામ મનમાં લેવું) સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે આ અનુષ્ઠાન ચાલુ કરું છું.

સાધના
હનુમાનજીની મૂર્તિ સામે મંત્ર સિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠા હનુમંત યંત્રની સ્થાપના કરવી. આ યંત્ર પર સિંદૂર લગાડવું પછી ગોળ ઘી વાળી રોટલી બનાવી તેનો લાડુ બનાવો અને તેનું નિવેદ્ય હનુમાનજીને અર્પણ કરવું. ત્યારબાદ જાન અને સંકલ્પ કરી હનુમંત મંત્રની 11 માળા મૂંગા મોઢે જપ કરવી. આ સાધના રાત્રે 10 વાગ્યા પછી સળંગ 11 દિવસ કરવી.

સાધના ચાલુ હોય તે દરમિયાન માત્ર જમીન પર જ સૂવું અને તાત્વિક ભોજન લેવું. જમવામાં તીખું અને ખાટું ખાવું નહીં. દરરોજ રાત્રે નૈવેદ્ય ધરવું. આ લાડુ ને આખો દિવસ રાખો. બીજા દિવસે ફરીથી રાત્રે નવો લાડુ બનાવો. આ સાધનાથી હનુમાનજીની કૃપા દષ્ટિ મળે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. 11 દિવસની સાધના પૂર્ણ થયા બાદ મારા અને યંત્રની સવા મહિના સુધી ઘર મંદિરમાં રાખ્યા બાદ જ્યાં હનુમાન મંદિર હોય ત્યાં મૂંગા ની માળા અને યંત્રને દક્ષિણા સાથે અર્પણ કરવા. ત્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે હનુમાન તંત્રના મંત્રનો જાપ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.