શાહરૂખ ખાનને મોટા પડદા પર હીરો તરીકે જોવાનો ક્રેઝ કદાચ લોકોમાં ક્યારેય ખતમ નહીં થાય. બોલિવૂડના બાદશાહ છેલ્લે પાંચ વર્ષ પહેલા ફિલ્મ ‘ઝીરો’ માં હીરો તરીકે જોવા મળ્યા હતા. અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સાથેની તેની ફિલ્મ ફ્લોપ રહી, પરંતુ શાહરૂખ પણ આ પછી લાંબા બ્રેક પર ગયો. કોવિડ 19 રોગચાળો પણ વચ્ચે આવ્યો, તેથી આ વિરામ લાંબો થતો રહ્યો. આખરે મે 2022માં, જ્યારે શાહરૂખની ફિલ્મ ‘Pathaan’ની ફર્સ્ટ લૂક ટીઝર સાથે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી, Pathaan નું ટીઝર જોઈને લોકો પાગલ થઈ ગયા.
12 ડિસેમ્બરે ‘Pathaan’ના નિર્માતાઓએ ફિલ્મ ‘બેશરમ રંગ’નું પહેલું ગીત શેર કર્યું. ગીતમાં શાહરૂખના ડેશિંગ લુક અને દીપિકા પાદુકોણ સાથેની તેની સિઝલિંગ કેમિસ્ટ્રીએ કહેર મચાવ્યો છે. પણ આજકાલ બોલીવુડની કોઈ ફિલ્મ વિવાદો દૂર રહી છે?
Pathaan ફિલ્મના વિવાદમાં હિન્દુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. Pathaan ફિલ્મ પર પ્રિતબંધ મુકવાની માંગ મુસ્લિમ સંગઠ દ્વારા પણ કરાય. ત્યારે બીજી તરફ ગુજરાતના લોકગાયક રાજભા ગઢવીએ પણ આ ફિલ્મ રીલિઝ નહીં કરવા એક વીડિયો શેર કર્યો છે. પઠાણ ફિલ્મને લઈને વધી રહેલા વિરોધમાં હવે સંતોએ પણ અપીલ કરી છે. હવે તો જુનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ પણ એક વીડિયો પોસ્ટ કરી પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે.
ઇન્દ્રભારતી બાપુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી આ ફિલ્મનો વિરોધ કર્યો છે. આ વિડીયો માં ગીતમાં દીપિકાએ જે ભગવા કપડાં પહેરી અને અશ્લીલ હરકતો કરે છે તેની સામે વિરોધ કરવામાં આવ્યો છે. જુનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ દ્વારા પોસ્ટ કરેલો વિડિયો જડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયોમાં બાપુએ મરાઠી ભાષામાં મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે. વિડિયોમાં કહેવામાં આવ્યું છે કે, આ બાબત, ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ભારત વિરોધી છે, જે યોગ્ય નથી. તેથી આ ફિલ્મને સેન્સર કરવી જોઈએ નહીં.
ત્યાર બાદ કચ્છના મહંત યોગી દેવનાથ બાપુએ પણ Pathaan ફિલ્મ વિરોધ વિવાદ કર્યો છે, તેમનું કહેવું છે કે, શાહરૂખ ખાન પાકિસ્તાન પ્રેમી છે. મહંત યોગી દેવનાથ બાપુએ શાહરૂખ ખાન પર આરોપ લગાવ્યો કે, ભારતવાસી છે પરતું પ્રેમ પાકિસ્તાનને કરે છે. તે ઉપરાંત લોક ગાયક રાજ ભા ગઢવીએ એક વીડિયો શેર કરીને પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.