AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી- કહ્યું જો સરકાર ખેડૂતોને….

ગુજરાત(Gujarat): રાજ્યમાં સરકાર રચવાના દાવા કરનાર આમ આદમી પાર્ટી(AAP) પાંચ સીટો પર સમેટાઈ ગઈ છે. ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીનો સૂર બદલાયો હોય તેવું લાગી રહ્યું. હાર બાદ તેના દરેક નેતાઓએ આપેલા નિવેદન અનુસાર, હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના પાંચ ધારાસભ્યો સાથે વિધાનસભા ગૃહમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવશે. ત્યારે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી(Bhupat Bhayani)એ જનતા માટે અવાજ ઉઠાવવાનું શરુ પણ કરી દીધું છે. ત્યારે હવે ખેડૂતોની સમસ્યાઓને લઈને તેમણે સરકારને આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું કે, અમને ના છુટકે આંદોલન કરવા માટે મજબૂર ન કરો. વાત જાણે એમ છે કે વિધાનસભાની ચૂંટણી વખતે અને પહેલા ખેડૂતોને 10 કલાક વીજળી મળતી હતી. જે હવે ઘટાડીને 8 કલાક કરી દેવામાં આવી છે. બસ આ જ પ્રશ્ન મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને જનતાના દરેક પ્રશ્નના જવાબ આપવા માટે બંધાયેલી ભાજપ સરકારને ભૂપત ભાયાણીએ સવાલો કર્યા છે.

વધુમાં ભૂપત ભાયાણીએ જણાવતા કહ્યું હતું કે, ચૂંટણી હતી ત્યારે 10 કલાક વીજળી આપતા હતા હવે 8 કલાક જ થઈ ગઈ છે. ભૂપત ભાયાણીએ સરકારને પૂછતા કહ્યું કે, આ વીજળી ઓછી આપવાનું કારણ શું છે. હાલમાં અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ચૂંટણી સમયે ખેડૂતોની જરુરિયાત ઓછી હતી પણ હવે સિઝનમાં જરુરિયાત હોવા છતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો ક્યાં કારણોસર એ વીજળી ઓછી આપવામાં આવી રહી છે. એ પ્રશ્ન હું સરકારને પૂછવા માગુ છું.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યે ભૂપત ભાયાણીએ સરકારને કડક શબ્દમાં ચીમકી આપતા એવું પણ કહ્યું કે, ખેડૂતો સાથે થઇ રહેલો આ અન્યાય હવે બંધ કરવો જ પડશે. જો આ રીતે ખેડૂતો હેરાન-પરેશાન થતા રહેશે તો ન છુટકે અમારે આંદોલનના પગલા લેવા પડશે. તો સરકાર ખેડૂતોને સમય પર વીજળી આપવાના વાયદા પણ અનેકવાર કરી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *