સ્વાદ પ્રેમીઓ માર્કેટમાં આવી ગઈ છે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી! એક બોક્સનો જાણો કેટલા રૂપિયા બોલાયો ભાવ

Kesar Mango: સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું(Kesar Mango) આગમન થઇ ગયું છે.ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અજેરોજ સીઝનની પ્રથમવાર કેરીની આવક થઇ હતી. ત્યારે માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ હરાજીમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ રૂૂપિયા 1900 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીના બોલાયા હતો.

આ વર્ષે કેરીનું આગમન એક સપ્તાહ મોડુ થવા પામ્યું
સૌરાષ્ટ્ર ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું ધમાકેદાર આગમન થવા પામ્યું છે. આ સાથે કેરીની સિઝનનો પ્રારંભ થવા પામ્યો છે. માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ ગણેશ ફ્રુટ કંપનીમાં ઉના પંથકમાંથી કેસર કેરીના 200 બોકસની આવક થવા પામી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની સિઝન દરમિયાન સાસણ ગીર, તાલાળા, ઉના, કચ્છ સહિતના પંથકમાંથી કેસર કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે. ત્યારે માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ હરાજીમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ રૂૂપિયા 1900થી લઈને 3000 સુધીના બોલાયા હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં દર વર્ષની કેસર કેરીની સિઝનના પ્રારંભના સમય કરતા આ વર્ષે કેરીનું આગમન એક સપ્તાહ મોડુ થવા પામ્યું છે.

આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેશે
આ વર્ષે ઋતુચક્રમાં પરીવર્તન સહીત અન્ય કારણોસર કેરીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછુ રહેશે જેથી કેરીના ભાવ પ્રમાણમાં વધારે રહેશે હાલ બજારમાં રત્નાગીરી અને હાફુસ કેરીની આવક જોવા મળી રહી છે તેમના પ્રતિકીલોના ભાવ 225 થી 350 રૂપીયા સુધી વહેંચાઈ રહી છે.

સુરતમાં કેરીનું આગમન
તો બીજી તરફ સુરતમાં રત્નાગીરીમાં ઉગાડવામાં આવતી હાફુસ કેરીનું આગમન થયું છે. એક નંગ કેરીનો ભાવ 120થી 150 રૂપિયા છે. સામાન્ય રીતે શહેરના બજારોમાં માર્ચ મહિનામાં કેરી આવવાની શરૂઆત થાય છે. બજારમાં પહોંચતાની સાથે જ ગ્રાહકો કેરી ખરીદવાનું શરૂ કરી દે છે. કેરીની સિઝન દરમિયાન, APMC દરરોજ આશરે 150 ટન કેરીનું વેચાણ કરે છે.