દેશના સૌથી યુવા IPS બન્યા હતા ગુજરાતી; તેમના સંઘર્ષની કહાની લોકોને કરે છે પ્રેરિત

IPS Success Story: દેશનાં સૌથી યુવા IPS સફીન હસન જે ગુજરાતનાં છે. સફીન હસનએ માત્ર 22 વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. ગુજરાતના કનોદરા ગામનો રહેવાસી સફીન હસન દેશનો સૌથી યુવા IPS ઓફિસર બન્યો છે. 22 વર્ષીય હસનને તેના હોમ ડિસ્ટ્રિક્ટ જામનગરમાં (IPS Success Story) પ્રથમ પોસ્ટિંગ મળી હતી અને તે 23 ડિસેમ્બરે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમનું બાળપણ ખૂબ જ સંઘર્ષમય હતું. તો ચાલો જાણીએ IPS સફીન હસનની સંઘર્ષભરી કહાની.

સફીન હસને માત્ર 22 વર્ષની ઉંમરે 2017માં યુપીએસસીની પરીક્ષા 570માં રેન્ક સાથે પાસ કરી હતી. ત્યારબાદ એમની IPS માટેની તાલીમ શરૂ થઈ. આઈપીએસ ટ્રેનિંગ માટે તેઓ હૈદરાબાદ ગયા હતા

ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેમને જામનગર જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષકનું પદ મળ્યું, પરંતુ સફિન હસનની અંહિ સુધીની સફર સરળ ન હતી.

આઈપીએસ સફીન હસનનો જન્મ 21 જુલાઈ 1995ના રોજ થયો છે અને એમને સુરતની સરકારી શાળામાંથી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. આ દરમિયા તેની સાથે એક ઘટના બની હતી જેથી સફિનને કલેકટર બનાવવાનું નક્કી કર્યું.

જ્યારે હસન 10 વર્ષનો હતો ત્યારે તેણે કાકી સાથે મેળામાં લાલ બત્તીવાળી કલેક્ટરની કાર જોઈ હતી. જ્યારે મેં મારી કાકીને કલેક્ટરની સ્થિતિ વિશે પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું – તે જિલ્લાના રાજા છે. ત્યારથી હસને ઓફિસર બનવાનું નક્કી કરી લીધું હતું. હસને ગુજરાત PSC પરીક્ષા 34મા રેન્ક સાથે પાસ કરી હતી. તેમને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની નોકરી પણ મળી હતી, પરંતુ તેમણે પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા અને આઈપીએસ બન્યા.

જો કે સફીન માટે આ સફળતા સરળ ન હતી. સફીનના માતા-પિતા બંને ડાયમંડ યુનિટમાં કામ કરતા હતા પણ કોઈ કારણોસર બંનેની નોકરી છૂટી ગયા બાદ પિતા ઇલેક્ટ્રિશિયન તરીકે અને માતા બીજા ઘરોમાં રસોઈ બનાવવા જતાં હતા. સાથે જ એમના માતા-પિતા સાંજે લારી પર બાફેલા ઈંડા અને બ્લેક ટી પણ વેચતા હતા.

સફિનને ભણાવવા તેની માતા અન્ય ઘરોના કામ કરતી હતી. અન્ય લોકો પાસે પૈસા ઉધાર માંગી પુત્રને ભણાવ્યો હતો. હજી પણ જીવનમાં ઘણા સંઘર્ષ બાકી હોય તેમ પરીક્ષાના એક દિવસ પહેલા સફિનને અકસ્માત નડ્યો હતો. જેમાં તેને હાથ અને શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોચી હતી. છતાં પણ હાર ન માની અને પરીક્ષા આપી હતી.

આટલું જ નહીં સફીને ગુજરાત PSC પરીક્ષામાં પણ 34મો રેન્ક મેળવ્યો હતો અને ત્યારબાદ એમને જિલ્લા રજિસ્ટ્રારનું પદ મળ્યું હતું. જોકે, તે શરૂઆતથી જ IPS ઓફિસર બનવા માંગતા હતા એટલા માટે એમને UPSCની પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી.