આજના ગુરુવારના દિવસે આ ભક્તો પર થશે સાંઈબાબાની અસીમ કૃપા

મેષ:થોડાં સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે. તમે ફરી તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવ કરશો. ઘરની સુખ-સુવિધાઓ સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. વધારે વ્યસ્તતાના કારણે તમે ઘરે આરામ કરી શકશો નહીં. સંતાનના કારણે કોઇ ચિંતા રહી શકે છે. ગુસ્સાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ શોધો.

વૃષભ:આજે તમે તમારી દિનચર્યામં થોડો પરિવર્તન લાવશે. મિત્રો સાથે તથા બહારની ગતિવિધિઓમાં વધારે સમય વ્યતીત થશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાના પૂર્ણ યોગ છે. આજે કોઇ પ્રકારનો વિવાદ ઊભો થઇ શકે છે. કોર્ટ કેસ સંબંધિત મામલાઓ ચાલી રહ્યાં હોય તો તેમાં એકબીજાની સહમતિથી ઉકેલ લાવવાની કોશિશ કરો.

મિથુન:સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય વ્યતીત થશે. સાથે જ, મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક મજબૂત થશે. વિદ્યાર્થી ગણ પોતાની કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે.આજે તમારું ધ્યાન થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિત થશે. કોઇને ઉધાર આપશો નહીં, કેમ કે પાછા મળવાની સંભાવના નથી.

કર્ક:ઘરની સજાવટ માટે પરિજનો સાથે વિચાર-વિમર્શ થઇ શકે છે. ખરીદારીમાં પણ સમય વ્યતીત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણ સંબંધિત કોઇપણ પોલિસીને લેતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી અવશ્ય લો. ખોટાં નિર્ણયના કારણે પછતાવું પડી શકે છે.

સિંહ:દિવસના બીજા પક્ષમાં થોડી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. તમે તમારા આત્મવિશ્વાસ અને આત્મબળ દ્વારા તેનું સમાધાન સરળતાથી શોધી શકશો. ધાર્મિક ગતિવિધિઓ પ્રત્યે આસ્થા વધશે. બિનજરૂરી ખર્ચની સ્થિતિ રહેશે. બીમારી વગેરેમાં પણ વધારે ખર્ચ થવાની આશંકા રહેશે.

કન્યા:આવક અને જાવક સરખા રહેશે. વિદ્યાર્થીઓએ પોતાનું ધ્યાન અભ્યાસ પ્રત્યે એકાગ્રચિત્ત રાખવું પડશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મેલ-મિલાપ થઇ શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધોને મધુર જાળવી રાખવા જરૂરી છે. સંબંધ ખરાબ થવાથી તમારી છાપ ઉપર ધબ્બો લાગી શકે છે.

તુલા:ફાલતૂ ગતિવિધિઓથી ધ્યાન ભટકાવીને તમે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કાર્યો ઉપર કેન્દ્રિત રાખશો. જેનાથી અટવાયેલાં કાર્યો યોગ્ય રીતે સંપન્ન થવા લાગશે. કોઇ-કોઇ સમયે તમારું મન નાની-નાની વાતોને લઇને વિચલિત રહી શકે છે. ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા જરૂરી છે.

વૃશ્ચિક:અન્યની મદદ કરવી તથા તેમની સમસ્યાનું સમાધાન કરવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ નફો થશે. ઘરનું વાતાવરણ અનુશાસિત રહેશે. અન્યના મામલે વધારે સમય વ્યતીત કરવામાં તમારા અનેક કામ અટકી જશે. નુકસાન થઇ શકશે. કોઇને રૂપિયા ઉધાર આપશો નહીં.

ધન:તમે રૂપિયાની અપેક્ષા તમારા માન-સન્માન તથા આદર્શો ઉપર વધારે વિશ્વાસ રાખો છો. આ સમયે તેમાં તમે સફળ પણ રહેશો. તમારું કર્મ પ્રધાન રહેવું તમારા ભાગ્યનું નિર્માણ પણ કરશે. ખોટા હરવા-ફરવા તથા મિત્રો સાથે સમય વ્યતીત કરવાથી ધન તથા સમયન બરબાદી થશે. આ સમયે બાળકો ઉપર અંકુશ રાખશો નહીં.

મકર:તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક ગતિવિધિઓ તરફ વધારે મજબૂત કરવામાં રહેશે. તેની સાથે સંબંધિત તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે. સામાજિક ધાર્મિક આયોજનની જવાબદારી તમારા ઉપર રહેશે. સામાજિક કાર્યોમાં વધારે વ્યસ્તતા રહેવાના કારણે તમે તમારા પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. બજેટ કરતાં વધારે ધન ખર્ચ થઇ શકે છે.

કુંભ:આજે તમારા સ્વભાવમાં ઉદારતા અને કોમળતાની ભાવના વધારે રહેશે. જેનાથી તમારી આસપાસનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે. તમારી વધારે ઉદારતા નુકસાનદાયક રહેશે. ક્યારેક-ક્યારેક નિર્ણય લેવામાં મુશ્કેલી રહેશે. મોટા ભાઇ અથવા કોઇ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમે સફળ થઇ જશો.

મીન:તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી અલગ સંપૂર્ણ રીતે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર કેન્દ્રિત રહેશે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. ક્યારેક તમારી ગુસ્સાવાળી વાણી તમારા સ્વયં માટે સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. તણાવના કારણે તમને ભરપૂર ઊંઘ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *