પાટીદાર બાદ હવે આ સમાજ 12% અનામતની માંગ સાથે ઉતર્યો આંદોલન પર- દુર દુરથી લોકો થઇ રહ્યા છે એકઠા

રાજસ્થાન(Rajasthan)ના ભરતપુર(Bharatpur) જિલ્લાના હંતરા(Hantara) ગામ પાસે જયપુર આગ્રા નેશનલ હાઈવે(Jaipur Agra National Highway) પર 12% અનામતની માંગ સાથે સૈની સમાજ(Saini Community)દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રવિવારથી સૌની સમાજના લોકો પોતાની માંગ પર અડગ છે. વિરોધને કારણે જયપુર-આગ્રા નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. ભરતપુર જિલ્લા ઉપરાંત દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો આંદોલન સ્થળ પર પહોંચ્યા છે. વહીવટી અધિકારીઓ સતત તેમનો સંપર્ક કરી રહ્યા છે, તેમને વારંવાર સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ દરેક વખતે મંત્રણા નિષ્ફળ રહી છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમજ આંદોલનકારી લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીની તમામ વાતચીત નિષ્ફળ ગઈ:
પરંતુ હજુ સુધી વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. આંદોલનકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી સરકારનો કોઈ પ્રતિનિધિ અમને મળવા નહીં આવે અને કોઈ નક્કર ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જામ ખોલશે નહીં. તમને જણાવી દઈએ કે સમગ્ર રાજસ્થાનમાં સબ ડિવિઝન સ્તર અને જિલ્લા સ્તરે સૈની સમાજ દ્વારા સતત મેમોરેન્ડમ આપવામાં આવ્યા હતા અને આંદોલનની ચેતવણી આપવામાં આવી હતી. જે બાદ 12 જૂને તેમણે હંતરા પાસેના અરોડા ગામમાં મહાપંચાયત યોજી હતી. મહાપંચાયત બાદ રવિવારે સાંજે 5 વાગ્યે જયપુર-આગ્રા નેશનલ હાઈવે જામ થઈ ગયો હતો. ત્યારથી, લોકો ત્યાં રાત રોકાયા. જેના કારણે જયપુર આગ્રા નેશનલ હાઈવે હજુ પણ જામ છે.

વિરોધ સ્થળ પર પોલીસ જવાનો તૈનાત:
સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આંદોલન સ્થળની આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નાદબાઈ, ઉચ્છૈન અને વાઘર વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. જયપુર આગ્રા આવતા વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ નેશનલ હાઈવે પર જામના કારણે સામાન્ય માણસને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આંદોલનના સ્થળે મોટી સંખ્યામાં સૈની સમાજના લોકો એકઠા થયા છે. આ સાથે મહિલાઓએ પણ આ આંદોલનમાં ભાગ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *