સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પંડિતજી સાથે આવતા હતા રાસ રમવા- જાણો તેની પાછળનું ચમત્કારિક રહસ્ય

ભારત દેશ તમામ ધર્મોને સાથ લઈને ચાલનારો દેશ છે. જેમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે. જેમાં હિંદુ ધર્મમાં અવાર નવાર ભગવાન ચમત્કાર સર્જાતા હોય છે. ભગવાન લોકોની મદદે આવે છે અને તેમના દુઃખને દુર કરે છે. આપણા દિલમાં ભગવાન પ્રત્યે ખુબ જ શ્રદ્ધા અને પ્રેમ હોય તો ભગવાનને શોધવા માટે ક્યાય જવાનીન જરૂરી નથી. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ સાક્ષાત ચમત્કાર સર્જ્યો છે.

આ કિસ્સો વૃંદાવનથી સામે આવ્યો છે. વૃંદાવનમાં એક શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે. જે મંદિરના એક પુજારી લાલજી મહારાજ બાળપણથી જ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા અને તે બાળપણથી મંદિરમાં પૂજા અર્ચના કરવા લાગ્યા હતા અને તે જયારે મોટા થયા ત્યારે પણ અતુટ શ્રદ્ધા સાથે જ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને અર્ચના કરતા હતા.

પૂજારીજી શ્રી કૃષ્ણની ભક્તિમાં એટલા તલીન થય જતા હતા કે, તેમને રાત અને દિવસનું પણ ભાન નહોતું રહેતું. પુજારી લાલજી મહારાજ જયારે લોકોને કહેતા કે શ્રી કૃષ્ણ મારી સાથે રાસ રમવા આવે છે. ત્યારે અન્ય લોકો તેમની ખુબ જ હસી મજાક ઉડાવતા હતા.

પુજારી લાલજી મહારાજને આ વાતનું ક્યારેય દુઃખ કે ખોટું નહોતું લાગતું. કારણ કે ખરેખરમાં તેમને તો ખબર જ હતી કે શ્રી કૃષ્ણ સાક્ષાત દર્શન આપે છે. એક વખત પુજારી લાલજી મહારાજના સપનામાં ભગવાન શ્રી કુષ્ણ આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, લાલજી હું એક પર્વતની શિલામાં બિરાજમાન છું. અમુક લોકો આ પહાડને તોડીને રસ્તો બનાવી રહ્યા છે. જેને લીધે મારી શીલા ખંડિત થઇ જશે. ભગવાન કૃષ્ણએ એટલું કહ્યું ત્યાતો તેમનું સપનું તૂટી ગયું. જયારે પુજારી લાલજી મહારાજે ત્યાં જઈને જોયું તો ખરેખર ત્યાં એક શીલા હતી અને શ્રી કૃષ્ણની પ્રતિમા જળ હળતી હતી. આ વાતની જાણ લોકોને થતા તે પણ ચોંકી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *