સાળંગપુર કષ્ટભંજન દેવનું (Salangpur Hanumanji Mandir) મંદિર વિશ્વવિખ્યાત છે. આ મંદિર 200 વર્ષથી વધુ જૂનું છે. આ મંદિરમાં કષ્ટભંજન દેવની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી એ બનાવ્યું હતું. આ મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે અને દેશભરમાંથી ભાવિક ભક્તો અહીં માથું ટેકવવા અને શ્રીફળ ચડાવવા આવે છે.
ગતરોજ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજને એક વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ કંપનીની ચોકલેટ નો શણગાર કરીને અદભુત દર્શન લાવો આપવામાં આવ્યો હતો. રંગબેરંગે પેકેજ ધરાવતી ચોકલેટ થી હનુમાનજી મહારાજ શોભી ઉઠ્યા હતા.
સવારની આરતી બાદ થી ભાવિક ભક્તોની ભીડ જમા થઈ ગઈ હતી અને સાંકડો હરિભક્તોએ આ દર્શન લાભ મેળવ્યો હતો. અગાઉ હનુમાનજી મંદિરમાં કેરી અને અલગ અલગ ફ્રુટના શણગાર પણ કરવામાં આવી ચૂક્યા છે આ વર્ષે ડેરી મિલ્ક, ફાઇવ સ્ટાર, કિટકેટ સહિતની અસંખ્ય ચોકલેટનો શણગાર સજવામાં આવ્યો હતો.
હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.