ગુજરાતના બોટાદ ખાતે આવેલા સાળંગપુરધામ માં શ્રી કષ્ટભંજન દેવ સાક્ષાત બિરાજમાન છે. તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ દાદાને કાજુ અને ઈલાયચીના વાધાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. તમે પણ ઘરેબેઠા સાળંગપુરધામ માં સાક્ષાત બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી શકો છો.
આજે દાદાને અનેક કાજુ અને ઈલાયચી વડે શણગાર કરવામાં આવ્યો છે, તેમજ મંદિરના પરિસરમાં સેકંડો ભકતો દર્શનાર્થે પહોચ્યા છે, સાથે જ આ દરેક ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી છે.
સાળંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ચાર તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં આવેલું ગામ છે.
સાળંગપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગામ અહીં આવેલા કષ્ટભંજન દેવ હનુમાન મંદિરને કારણે પ્રખ્યાત છે. આ મંદિર, સ્વામીનારાયણ સંપ્રદાય હસ્તક છે અને લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં ભૂત વગેરેનો વળગાડ દૂર થાય છે.
ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો, ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે સમયે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ.
ત્યારથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. 1880ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.