સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ભવ્ય અન્નકૂટ સાથે દિવ્ય શણગાર- દર્શન કરી અન્ય લોકોને પણ શેર કરો

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ર્માસ નિમિતે સ.ગુ. બાલકૃષ્ણદાસજી સ્વામી, ગોવિંદપ્રસાદદાસજી સ્વામી, સ.ગુ. દેવપ્રકાશદાસજીસ્વામી (ચેરમેન), ડો.સંતવલ્લભદાસજી સ્વામી વડતાલધામ તથા પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસની પ્રેરણાથી તેમજ કોઠારી  વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અંતર્ગત તારીખ 21-01-2023ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરી અને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો છે.

સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ 7:00 કલાકે શણગાર આરતી શ્રી કોઠારીસ્વામી દ્વારા કરવામાં આવેલ તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.

હનુમાનજી દાદાને શણગાર કરતા હરીભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. આજે 51 અલગ-અલગ મીઠાઈ અને નમકીનનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. એકસાથે કલરે-કલરના ફુગ્ગા પણ લગાવામાં આવ્યા છે. અન્નકૂટમાં એક મીઠાઈની ‘જય શ્રી રામ’ ની ગદા મુકવામાં આવી છે.

બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દેશ વિદેશથી લોકો આવે છે. કહેવાય છે કે શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ જ્યાં સાળંગપુર મદિર રોજના ખુબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોય છે.

તેમજ હનુમાનજી મદિરે અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. દાદાની મૂતિ પાસે અલગ અલગ પતંગો ગોઠવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *