અમદાવાદમાં જાહેરમાં જ રોષે ભરાયેલા લોકોએ ભાજપ કોર્પોરેટરને ધોઈ નાખ્યા- જુઓ મારામારીના LIVE દ્રશ્યો

અમદાવાદ (Ahmedabad) માં લોકોએ જાહેરમાં ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને જાહેરમાં જ માર માર્યો હતો. આ ઘટના નિકોલના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે બની છે,…

અમદાવાદ (Ahmedabad) માં લોકોએ જાહેરમાં ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને જાહેરમાં જ માર માર્યો હતો. આ ઘટના નિકોલના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે બની છે, જયારે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે ગયા ત્યારે અને ત્યારે લોકોના ટોળાએ નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલને ઘેરી લીધા હતા. ત્યારબાદ તેમને જાહેરમાં જ માર માર્યો હતો. આ ઘટનામાં બળદેવ પટેલને ઇજા થઇ છે.

ઇજાગ્રસ્ત બળદેવ પટેલને સારવાર માટે કાકડીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોચી હતી અને ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી. મળેલી માહિતી અનુસાર બળદેવ પટેલ કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે રજૂઆત કરવા ગયા હતા. એ સમયે 5થી વધારે લોકોના ટોળાએ તેમને ધેરી લીધા હતા અને માર માર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

લોકોના ગુસ્સાનું કારણ એ હતું કે, પોતાના ઘર રોડની કપાતમાં જતા હોવાથી લોકો ગુસ્સે હતા અને આ ગુસ્સો લોકોએ ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ પર ઠાલવ્યો. ઘટનાની જાણ ભાજપના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુ પટેલને થતા તેઓ તરતજ હોસ્પિટલ દોડી ગયા હતા.

ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલ ટીપી સ્કીમના રોડના અમલીકરણ બાબતે સવારે દસ્કોઈના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની ઓફિસે ગયા હતા. ત્યારેજ લોકોએ તેમને જાહેરમાં માર માર્યો હતો. હાલ તેઓ હોસ્પીટલમાં ઈજાગ્રસ્ત હાલતમાં છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *