જો કોઈ વ્યક્તિ આ દુનિયાને છોડીને ચાલ્યો જાય પછી તે પરત ફરે એ વાત માનવી અશક્ય છે. પરંતુ ખરેખરમાં એક એવી ઘટના બની છે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું તેના તમામ રીવાજો સાથે તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છતાં પણ એ વ્યક્તિ દસ દિવસ પછી ઘરે પરત ફર્યો. છે ને માનવામાં ન આવે તેવી વાત, પહેલી વાર જોતા તો તમને આ કુદરતની કઈ કરામત લાગે પરંતુ આ કોઈ કુદરતની કરામત નથી.
આ સમગ્ર ઘટના રાજસ્થાનના જોધપુર ગામની છે. જેમાં રહેતા ઓંકારલાલ નામની એક વ્યક્તિના અંતિમ સંસ્કાર દસ દિવસ પહેલા જ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ રીતી રીવાજો સાથે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દીકરાઓએ માથાનું મુંડન પણ કરાવ્યું હતું. પરિવારમાંથી ઓંકારલાલના જવાથી પરિવારજનો ખુબ જ દુખી હતા અને ખાવા પીવાનો પણ ત્યાગ કરી દીધો હતો. સમગ્ર પરિવાર દુ:ખમાં ગરકાવ થઇ ગયો હતો. જયારે અચાનક જ ૧૦ દિવસ બાદ ઓંકારલાલ ઘરે પાછા આવ્યા હતા. આ જોતા પરિવારને સમજણ ન પડી કે ઘરે તો આવી ગયા પાછા પરંતુ ખુશ થવું કે ડરવું.. જોઈએ તો કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિના અગ્નિ સંસ્કાર થયા બાદ પણ ઘરે આવે જેને લીધે ડર લાગવો સ્વાભાવિક છે. પરંતુ ઓંકારલાલે ઘરના સભ્યોને હકીકત જણાવી ત્યારે પરીવાર ખુશ ખુશાલ થઇ ગયો.
ઓંકારલાલ પોતાના પરિવારને ૧૦ દિવસ પહેલા જ કીધા વગર ઉદયપુર ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાં પહોચતાની સાથે જ અચાનક તેમની તબિયત લથડી જેને લીધે તેમને હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ થવું પડ્યું. સારવાર માટે તેમને હોસ્પીટલમાં ૪ દિવસ રોકાવવું પડ્યું હતું. જ્યારે તબિયત ઠીક થઇ જતા ઘરે પરત ફરવું હતું પણ તેમની પાસે પૈસા ન હોવાને કારણે ઉદયપુરમાં જ ૬ દિવસ માટે રહેવું પડ્યું હતું. ઓંકારલાલના અચાનક જ ગુમ થઇ જવાને કારણે તેમના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ જાણકારી ન મળી. ૪ દિવસ બાદ પોલીસકર્મીઓને એક મૃતદેહ મળ્યો, જેની કોઈ માહિતી મેળવ્યા વગર જ મૃતદેહ ઓંકારલાલનો છે તેમ કહીને તેમના પરિવારજનોને સોપી દેવામાં આવ્યો. પરિવારજનોએ પણ મૃતદેહ ઓંકારલાલનો માનીને તમમાં રીતી રીવાજો સાથે અંતિમ સંસ્કાર કર્યા.
આ બધાની વચ્ચે ઓંકારલાલની પત્નીનું માનવું હતું કે મારા પતી એક દિવસ ઘરે ચોક્કસ આવશે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે તેમની માફી માંગી હતી. ઓંકારલાલે તો મનમાં પણ નહિ વિચાર્યું હોય કે હું જીવું છું છતાં પણ મને મૃત જાહેર કરવામાં આવશે. આ સમગ્ર ઘટના આપણા સૌ માટે મજાક લાગશે પરંતુ આ એક અત્યંત ગંભીર ભૂલ ગણી શકાય. કારણ કે આવા કિસ્સાઓ પહેલા પણ ઘણી વાર સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.