જો ફોનની સ્ક્રીન તૂટી જાય તો આ કંપની આપશે 5000 રૂપિયા- જાણો કેવી રીતે આ ઓફરનો લાભ લેશો

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ઘણાં લોકોને ક્યારેક મોબાઈલ નીચે પડી જવાથી સ્ક્રીન તૂટી જતી હોય છે. ઘણાં લોકો એને લઈને સતત ચિંતા કરતાં રહેતાં હોય છે, પરંતુ હાલમાં એક આ સમસ્યાનાં નિવારણ માટે એક સારાં સમાચાર સામે આવી રહ્યાં છે.

જો, આપ તમારાં તૂટેલ સ્ક્રીનવાળા સ્માર્ટફોનને લઈને ચિંતિત છો તો સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ આપની માટે કે ખુબ જ ધમાકેદાર એવી ઓફર લઈને આવી રહી છે. તૂટેલ સ્ક્રીનવાળા સ્માર્ટફોનની માર્કેટમાં કિંમત કઈપણ હોતી નથી પણ સેમસંગ આપને આવાં મોબાઈલ પર પણ કુલ 5,000 રૂપિયાનું બોનસ આપશે.

શરત ફક્ત એટલી જ છે, કે તમારે એની સામે સેમસંગનાં કોઈપણ એક સ્માર્ટફોનની ખરીદી કરવી પડશે. આ ઓફરનો ગેલેક્સી નોટ 20 સિરીઝ પર પણ અમલ થશે. જો આપ ડેમેજ સ્માર્ટફોનથી પરેશાન થઈ ગયાં છો તેમજ આપે નવો સ્માર્ટફોનની ખરીદી કરવી છો તો આ ઓફર એક સારો એવો વિકલ્પ રહેલી છે.

કેવી રીતે આ ઓફરનો લાભ લેશો ?
પહેલાં તો તમે ગેલેક્સી એપ પર લોગ ઈન તેમજ સાઈન અપ કરીને અપગ્રેડ બેનર પર ક્લિક કરો. બેનર પર ક્લિક કર્યા પછી ડેમેજ સ્ક્રીન ધરાવતાં સ્માર્ટફોનનાં મુલ્યાંકનની પ્રક્રિયાની શરૂઆત થઈ થશે. સ્ક્રીન પર દેખાઈ રહેલાં ‘Check Now’ ઓપ્શન પર ક્લિક કરો. આપનાં ડેમેજ થયેલ ડિવાઈસની બધી જ માહિતી ફિલઅપ કરો.

ત્યારપછી એપ આપનાં સ્માર્ટફોનનાં મોડેલને આધારિત કિંમત પણ બતાવશે. હવે, તમે પાસેનાં સેમસંગ સ્ટોર પર જઈને તમારા ડેમેજ સ્માર્ટફોન આપીને નવો સેમસંગ સ્માર્ટફોનની ખરીદી કરી શકો છો. કંપનીએ મુલ્યાંકન કરેલ કિંમત તમારા નવાં ખરીદી કરેલ મોબાઈલની મૂળ કિંમતમાંથી બાદ કરીને લેવામાં આવશે. આ ઓફર સેમસંગની સાથે બધી જ કંપનીનાં સ્માર્ટફોન પર પણ ઉપલબ્ધ રહેલી છે, જે માત્ર 31 ઓગસ્ટ સુધી સીમિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *