બાળકોને ઘરે મુકવા જતી સ્કૂલ વેનમાં આગ લાગી, 4 બાળકો જીવતા બળી રાખ થયા- જાણો વિગતે

TrishulNews.com

આજે એટલે કે શનિવારના રોજ બપોરના સમયે એક સ્કૂલ વેનમાં ભયંકર આગ લાગી છે. આ આગ ઘટનામાં 4 બાળકો જીવતા સળગી ગયા છે. અત્રે માનવામાં આવે છે કે આ વેનમાં અંદાજે 12 બાળકો હતા. આગ લાગ્યા પછી અમુક બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ 4 બાળકો વેનની અંદર ભયંકર આગની ઝપટમાં આવી ગયા હતા.આ વેનમાં લૌંગોવાલ વિસ્તારના સિદ્ધુ રોડ પર આવેલી સિમરન પબ્લિક સ્કૂલના પહેલા તથા બીજા ધોરણના વિદ્યાર્થીઓ હતા.આ દુર્ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકો રસ્તા પર જામ કરીને હોબાળો કરી રહ્યા છે.

રોડ-રસ્તાની આસપાસ આવેલા ખેતરોમાં કામ કરતા મજૂરો તથા ગ્રામીણોઓએ વાનમાંથી ડ્રાઈવર અને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. લોકોએ માટી નાંખીને વાનમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી હદે ફેલાઈ ગઈ હતી કે વાનમાં ચાર બાળકો ફસાઈ ગયા હતા જેમને બચાવી શકાયા ન હતા.

શાળા તથા હોસ્પિટલમાં બાળકોના પરિવારજનો એકઠા થઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાની સાથે જ SGPC પ્રમુખ ગોબિંદ સિંહ લૌંગોવાલ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. SHO બલવંત સિંહે જણાવ્યું કે, મૃતક બાળકોની ઓળખ નવજોત કૌર, સિમરજીત કૌર પુત્રી કુલવંત સિંહ, રાધ્યા રાની તથા કમલપ્રીત કૌર તરીકે કરવામાં આવી છે.

Loading...

પોલીસે જણાવતા કહ્યું કે, સિમરન પબ્લિક સ્કુલની મારુતિ વેન બાળકો છૂટી ગયા પછી તેમને લઈને લૌંગોવાલ તરફ જઈ રહી હતી. રસ્તામાં આવેલા કેહર સિંહ વાળી પાસે વેનમાં અચાનક આગ લાગી ગઈ હતી. વેનમાં તહેનાત સ્ટાફે બાળકોએ બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું.

પરંતુ જોત જોતામાં આખી વેનમાં આગ ફેલાઈ ગઈ. સૂચના મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાકીના લોકો પણ બાળકો સહિત ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઘનશ્યામ થોરીએ જણાવ્યું કે, હાલ ઘટનાનું કારણ જાણી શકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.