સાંગલી (Sangli) જિલ્લાના મિરાજમાંથી 2.5 કરોડ રૂપિયાનું ચંદન (Sandalwood) જપ્ત કરવામાં આવ્યું છે. આ લાકડાની દાણચોરી બેંગ્લોરથી કોલ્હાપુર (Bangalore to Kolhapur) કરવામાં આવી હતી. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મિરજ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં પુષ્પા ફિલ્મના કારણે સમગ્ર દેશમાં ચંદનની દાણચોરી ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મ ચંદનના વેપાર અને ચંદનની દાણચોરી પર આધારિત છે. ફિલ્મ અને ચંદનની ચર્ચા ચાલી રહી છે ત્યારે મિરાજમાં 2.5 કરોડની કિંમતનું ચંદન જપ્ત કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ મિરાજ પોલીસ અને સાંગલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બાતમી મળી હતી કે ચંદનના લાકડાની તસ્કરી થઈ રહી છે.
આ અંતર્ગત કોલ્હાપુર રોડ પર જકાત નાકામાં જાળ બિછાવી હતી. ત્યારબાદ એક ટેમ્પોની તપાસ દરમિયાન તેમાંથી ચંદનનું લાકડું મળી આવ્યું હતું. તેને બેંગ્લોરથી કોલ્હાપુર લાવવામાં આવી રહ્યો હતો. આશરે એક ટન વજનના ચંદનના 32 નંગ મળી આવ્યા છે. તેની કિંમત 2 લાખ 45 હજાર રૂપિયા છે. સાંગલીના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ચંદન બેંગ્લોરથી મિરાજ થઈને કોલ્હાપુર જઈ રહ્યો હતો.
પોલીસ અધિક્ષકે કહ્યું કે યાસીન ઇનાયત ઉલ્લાહ ખાનની ચંદન દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ દાણચોરી પાછળ આંતરરાજ્ય ગેંગ હોવાનું અને મહાત્મા ગાંધી ચોક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.