ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેરમાં જ કરી જન્મદિનની ઉજવણી- શું કરશે સરકાર દંડ ફટકારશે?

કોરોના મહામારી વચ્ચે ઘણીવાર નેતાઓ નિયમોનું ઉલ્લઘન કરતા જોવા મળતા હોય છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં ધારાસભ્ય સંગીતા પાટીલનો જન્મદિન 12 ઓગસ્ટે ઉજવાયો હતો. તેમના સમર્થકો તથા શુભચિંતક દ્વારા તેમના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હોવાની તસવીરો સામે આવી છે.

જેમાં ધારાસભ્ય તેમજ અન્ય લોકોના ચહેરા પર માસ્ક ન દેખાયા હતા. કાયદો ફક્ત સામાન્ય જનતાને લાગુ પડતો હોય એવી ઘટનાઓ શહેરમાંથી સામે આવી છે. કોઈપણ વ્યક્તિ પોતાનો જન્મદિન જાહેરમાં ટોળું એકત્ર કરીને ઉજવે તો તેની વિરુદ્ધ પોલીસ શિક્ષાત્મક કાર્યવાહી કરી રહી છે. જયારે લિંબાયત વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ પગલાં લેવાશે?

સમાન્ય જનતાને દંડ અને નેતાઓ સામે કાર્યવાહી નહીં?
જાહેરમાં જ જન્મદિનની ઉજવણી ન કરવાનું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડયુ છે. આની સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોરોનાને ધ્યાનમાં લઈ નિયમો ચુસ્તપણે પાલન કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. જો એનું પાલન ન થાય તો પ્રજા વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવામાં આવે છે તેમજ દંડ ફટકારાય છે.

લિંબાયત વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેરમાં પોતાનો જન્મદિન ઉજવ્યો હોવાના ફોટા વાઇરલ થયા છે. લોકોના પ્રતિનિધિત્વ કરતા નેતાઓ કોરોના ગાઇડ લાઇનનું સતત ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે ત્યારે ખાસ કરીને નેતાઓ ઘણીવાર કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતા જોવા મળતા હોય છે.

જન્મદિનની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા લીરેલીરા:
ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી હતી કે, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે, તેમણે પોતે પણ માણસ કે નથી પહેર્યો તથા તેની આજુબાજુના લોકોએ પણ માસ્ક પહેર્યુ નથી. આટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સ તો જરા પણ જળવાયું નથી.

પોલીસ અને પાલિકા ધારાસભ્ય સામે કાર્યવાહી કરશે?
ફોટાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે, કોરોના સંક્રમણ માટે રાજ્ય સરકાર દ્વારા જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે તેનું ઉલ્લંઘન ધારાસભ્ય કરી રહ્યા છે ત્યારે તેમની વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી થશે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે. શું પોલીસ કમિશનર જાહેરમાં ઉજવણી કરવા માટે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *