બાગી 4માં સંજય દત્ત ખૂંખાર લૂકમાં જોવા મળ્યો, વિલન બનીને આ એક્ટર સાથે લેશે પંગો

Baaghi 4: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તના હાથમાં વધુ એક મોટી ફિલ્મ આવી ગઈ છે, જેમાં તે એક ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળશે. તે સાજિદ નડિયાદવાલાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાગી 4’માં ટાઇગર શ્રોફ સાથે બાથ ભીડશે. આ સાથે જ નિર્માતાઓએ ‘બાગી 4’ (Baaghi 4) માટે સંજય દત્તનું એક જબરદસ્ત ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં તે ખૂંખાર લુકમાં જોવા મળે છે.

ખુંખાર લુકમાં સંજય દત્ત
સંજય દત્ત લોહીથી લથબથ સિંહાસન પર બેઠો છે. તેના હાથમાં એક મહિલા છે, જે બેભાન છે અથવા મૃત્યુ પામેલી છે. તે દર્દ અને ગુસ્સાથી ભરેલી દેખાય છે. અને પોસ્ટર પર લખ્યું છે, ‘હર વિલન આશિક હોતા હૈ’. રિલીઝ થતાની સાથે જ આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું અને આનાથી ફેન્સમાં ઉત્સુકતા વધી ગઈ છે.

‘બાગી 4’માં જબરદસ્ત એક્શન જોવા મળશે
સંજય દત્તનું દમદાર વ્યક્તિત્વ અને સ્ક્રીન પરની એક્ટિંગ તેને ‘બાગી’ની ફ્રેન્ચાઇઝીને વધુ રોમાંચક બનાવશે. હર્ષના નિર્દેશનમાં બનેલી ‘બાગી 4’માં જબરદસ્ત એક્શન જોવા મળશે. એક્શન સ્ટાર ટાઈગર શ્રોફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘બાગી’ ફ્રેન્ચાઇઝી તેના એક્શન સીન્સ માટે ફેમસ છે.

બાગી 4’, 5 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થશે
બ્લોકબસ્ટર એક્શન અને પાવરફુલ સ્ટોરીલાઇન્સ માટે જાણીતા સાજિદ નડિયાદવાલાએ કથિત રીતે સંજય દત્ત માટે એક દમદાર રોલ તૈયાર કર્યો છે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત, ‘બાગી 4’ સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે અને હર્ષ દ્વારા નિર્દેશિત છે. ‘બાગી 4’, 5 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Tiger Shroff (@tigerjackieshroff)

સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળ્યો
તમને જણાવી દઈએ કે, જ્યારથી સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળ્યો છે ત્યારથી તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે. દર્શકોને પણ તેનો વિલન અવતાર ઘણો પસંદ આવી રહ્યો છે. તે પોતાના વિલન અવતારથી માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ પોતાનો ચાર્મ ફેલાવી રહ્યો છે.