ગુજરાત(Gujarat): રાજ્યના જાણીતા મોટીવેશનલ સ્પીકર(motivational speaker) સંજય રાવલ(Sanjay Raval)ને લઈને વિવાદ વકર્યો છે. મહત્વનું છે કે, અનેક વિધાર્થીઓ અને યુવકોને મોટીવેશન પૂરું પાડતા સંજય રાવલના બોલ બગડ્યા છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતના જાણીતા પત્રકાર દેવાંશી જોશી(Devanshi Joshi) દ્વારા ચલાવવામાં આવતી ન્યુઝ ચેનલ જમાવટના માધ્યમથી સંજય રાવલ સાથે વાતચીત કરવામાં આવી હતી.
ત્યારે આ દરમિયાન એજ્યુકેશન સીસ્ટમ પર સંજય રાવલ સાથે વાતચીત થઇ હતી કે, સંજય રાવલ કઈ રીતે સુધાર ઈચ્છી રહ્યા છે. ત્યારે સંજય રાવલ સાથે કરવામાં આવેલ વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, તમે મને માણસ આપો લાવો કાલે 5 હજાર લોકોને હું કાલે જોબ આપું, મારી પાસે મોકલો જેને જોબ જોઈએ. વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ડોબા જેવા છે કશું આવડતું જ નથી.
સંજય રાવલે વિધાર્થીઓને કહ્યા હરામી:
વધુમાં સંજય રાવલ કહે છે કે, આ જે લોકો નોકરીઓની વાત કરે છે એ બધા તો હરામી લોકો છે. હું તો જાહેરમાં કહું છું. નોકરી શું? તમે ભજીયા તળો, ગમે એ કરો, નાનામાં નાની સિંગ ચણાની લારી કરો સાંજ સુધીમાં માણસ 500 રૂપિયા કમાઈ છે. આજે પંદર વીસ હજાર રૂપિયા કમાવવા એ કઈ સામાન્ય વાત નથી.
ત્યારે હવે આ પ્રકારની ભાષા વિધાર્થીઓ અને યુવકોને મોટીવેશન પૂરું પાડનારા મોટીવેશનલ સ્પીકરના મોઢે કેટલી શોભે? જે જાહેરમાં જ વિધાર્થીઓને હરામી ડોબા જેવા શબ્દોથી વિદ્યાર્થીઓને નવાજી રહ્યા છે. શું ખરેખર આમને મોટિવેશનલ સ્પીકર કહેવાય? જેમને જાહેરમાં શું બોલવું જોઈએ તે અંગે કોઈ ભાન નથી એ બીજાને શું મોટિવેશન આપશે…?
શું વિધાર્થીઓને ભણી લીધા પછી પણ લારીઓ જ ખોલવાની, નોકરી નહી મેળવવાની? ત્યારે સંજય રાવલના આ શબ્દો વિધાર્થીઓ માટે કેટલા યોગ્ય કહી શકાય જે વિધાર્થીઓને જાહેરમાં જ ડોબા અને હરામી કહી રહ્યા છે? આ વિડીયો જોઇને ઘણા યુવકોમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.