SantaClaus vs Spiderman: ક્રિસમસની ઉજવણી હજી પૂરી થઈ નથી અને નવું વર્ષ નજીકમાં છે, ત્યારે સમગ્ર વિશ્વમાં લોકો ઉજવણીના મૂડમાં છે. પરંતુ ખતરો હજુ ટળ્યો નથી કારણ કે દુનિયાને બચાવનારા સુપરહીરો અને બધાને ખુશ કરનાર સાન્તા એકબીજા સાથે (SantaClaus vs Spiderman) લડી રહ્યા છે. જી હા, આ કોઈ મજાક નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
સ્પાઈડરમેન અને સાન્તા વચ્ચે લડાઈ
ઘણીવાર ફિલ્મોમાં તમે સ્પાઈડર મેનને વિલન સાથે લડતા જોયા હશે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે ચોંકી જશો. ક્રિસમસ પહેલાં સ્પાઈડરમેન અને સાન્તા વચ્ચે લડાઈ થઈ હતી, રસ્તાની વચ્ચે લાતો અને મુક્કાઓનો વરસાદ થયો હતો.
વિડીયો વાયરલ થયો
વાયરલ વીડિયોમાં, સ્પાઈડરમેન અને સાન્તા એકબીજાને જોરદાર માર મારી રહ્યા છે. આ કોઈ ફિલ્મી સીન નથી પરંતુ એક વાસ્તવિક લડાઈ છે, જેમાં સ્પાઈડરમેન અને સાન્તા વચ્ચે કિક અને પંચ પણ થાય છે.
રસ્તાની વચ્ચે એકબીજા સાથે ઝપાઝપી કરતા આ વીડિયોમાં ક્યારેક સાન્તાનો પોશાક પહેરેલો વ્યક્તિ સ્પાઈડરમેનને પછાડે છે તો ક્યારેક સ્પાઈડરમેનનો પોશાક પહેરેલો વ્યક્તિ સાન્તાને પછાડે છે.
View this post on Instagram
લોકોએ કમેન્ટ્સનો કર્યો મારો
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @theelaston નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, એવું લાગે છે કે ક્રિસમસ અને ન્યૂ યર પર તેમની ડ્યુટીને લઈને બંને વચ્ચે લડાઈ થઈ હતી. જ્યારે, બીજાએ કહ્યું, ‘કહાનીનો અસલી વિલન કોણ છે?
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App