આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનો પ્રાણ-પ્રતિષ્ઠા સ્થાપના દિવસ તિથિ મુજબ વૈશાખ સુદ પંચમી છે જ્યારે તારીખ મુજબ 11 મેના છે. આ જ્યોર્તિલિંગ ખાતે તિથિ અને તારીખ એમ બંને દિવસે ખાસ પૂજન-અર્ચન કરવામા આવે છે. તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ હતી. પરંતુ આ પહેલાનો ઈતિહાસ ભાગ્યે જ કોઈક જાણતા હશે.
આજથી 70 વર્ષ અગાઉ સમુદ્રમાં શણગારેલી બોટમાં રાખવમાં આવેલી 21 તોપથી 101 સલામી સાથે ભક્તોએ જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું. આજે આ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પટેલ સાથે સોમનાથ મંદિરના નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરનારા લોકો તરીકે દિગ્વિજય સિંહ, કાકા સાહેબ ગાડગીલ, મોરારજીભાઇ દેસાઇ કનૈયાલાલ મુન્શી સામેલ હતા. આજે જો સરદારને યાદ કરીએ તો કનૈયાલાલ મુન્શીના શબ્દો યાદ આવે છે કે, ‘જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ નિહાળવા સદ્ભાગી થઇ ન હોત.’
ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. ૧૧ મે ૧૯૫૧ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”.
૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા.
મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ત્યારથી હાલનું આધુનિક મંદિર અડીખમ ઉભું છે ત્યાં સુધીમાં આ મંદિર પર 17 વખત લુંટવામાં આવ્યું હતું અને અનેક વખત તોડી પડાયું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હાલમાં સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે.