હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ- મુસ્લિમ સમુદાયએ જગન્નાથ મંદિરને આપી અનમોલ ભેટ

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર તૂટી પડ્યો છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા કાઢવા ઉપર રોક લગાવી છે. પોલીસવડા શિવાનંદ ઝા અને પોલીસ કમિશનર…

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર તૂટી પડ્યો છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા કાઢવા ઉપર રોક લગાવી છે. પોલીસવડા શિવાનંદ ઝા અને પોલીસ કમિશનર આશિષ ભાટિયા, જમાલપુર જગન્નાથ મંદિરમાં ટ્રસ્ટીઓ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રા ન કાઢવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, મંદિર પરિસરમાં રથ ફરશે તેના દર્શન કરી શકાશે.

આ બધાની વચ્ચે હિન્દુ-મુસ્લિમ કોમી એકતા દર્શાવતું એક ઉદાહરણ સામે આવ્યું છે. મુસ્લિમ સમુદાય દ્વારા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરને ચાંદીનો રથ દાન કરી કોમી એક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડવામાં આવે છે. આ વર્ષે પણ કોમી એકતાના પ્રતીકરૂપે  ચાંદીનો રથ મંદિરના મહારાજને અર્પણ કરાયો છે.

જોકે, આવી એકતા ભારત દેશમાં ઘણી વખત જોવા મળે છે. ત્યારે ફરી વધુ એક વખત હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતીકરૂપે મુસ્લિમ સમુદાય દ્વારા રથયાત્રા નિમીત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથનું પ્રતીક મંદિરના મહારાજને અર્પણ કરાયું છે. આજરોજ મુસ્લિમ અગ્રણી રઉફ બંગાલી સહિત ઘણા બધા આગેવાનો મંદિર પહોંચ્યા છે. છેલ્લા 20 વર્ષથી ચાંદીનો રથ જગન્નાથ મંદિરને ભેટ આપવામાં આવે છે. જોકે, માત્ર 24 કલાકમાં ચાંદીનો રથ બનાવી તૈયાર કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં રથયાત્રા ન કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રથયાત્રાને લઇ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યુ હતું કે, રથયાત્રા પર જ અંતિમ નિર્ણય લેવાશે. હાલ હાઇકોર્ટના નિર્ણય મુજબ રથ મંદિરની બહાર કાઢવામાં આવશે નહી. જો પુરીને રિવ્યુ પિટિશનમાં પરવાનગી મળશે તો આપણે પણ તેને અનુસરીશું. જો પુરીને રિવ્યુ પિટિશનમાં પણ રથયાત્રાની પરવાનગી નહી મળે તો આપણે હાઈકોર્ટના આદેશ મુજબ મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *