‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર PM સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ- જાણો શું કહ્યું?

દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન(Bharat Ratna)’થી નવાજાયેલા ‘લોખંડી પુરૂષ(Iron Man)’ સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ની પુણ્યતિથિ નિમિત્તે અનેક નેતાઓએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875ના રોજ નડિયાદ ગુજરાત ખાતે થયો હતો. તેઓ વ્યવસાયે વકીલ હતા, પરંતુ તેઓ એક અનુભવી રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે વધુ જાણીતા બન્યા હતા.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને આઝાદી પછી સમગ્ર દેશને એક કરવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. વર્ષ 1991 માં ભારત સરકાર દ્વારા તેમને મરણોત્તર ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું હતું. 15 ડિસેમ્બર, 1950 ના રોજ તેમનું અવસાન થયું, જ્યારે તેઓ 75 વર્ષના હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી:
સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ટ્વીટ કરીને કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમની મહાન સેવા, તેમની વહીવટી કુશળતા અને આપણા રાષ્ટ્રને એક કરવા માટેના અથાક પ્રયાસો માટે ભારત હંમેશા તેમનો આભારી રહેશે.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોસ્ટ કરતાં લખ્યું કે, ભારતીય પ્રજાસત્તાકના આર્કિટેક્ટ ‘ભારત રત્ન’ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ. તમારું સમગ્ર જીવન ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત-અખંડ ભારત’ના નિર્માણ માટે સમર્પિત તમામ ભારતીયો માટે એક મહાન પ્રેરણા છે.

Koo App

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પોસ્ટ કરતા લખ્યું કે, મહાન દેશભક્ત “ભારત રત્ન” લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જીને તેમની પુણ્યતિથિ પર કરોડો કરોડો વંદન. ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વાભિમાન માટે સરદાર પટેલનું યોગદાન આપણા બધા માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ પોસ્ટ કર્યું, “સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ જીને મારી નમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે 1947 થી 1950 સુધી ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે ભારતના રાજકીય એકીકરણ અને 1947ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ગૃહ પ્રધાન તરીકે પણ સેવા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *