તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં એક માત્ર બચી ગયેલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે દુનિયાને કહ્યું અલવિદા- ઓમ શાંતિ

તમિલનાડુ(Tamil Nadu)ના કુન્નુર(Coonoor) પાસે હેલિકોપ્ટર દુર્ઘટના(Helicopter crash)માં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ(Captain Varun Singh)નું હોસ્પિટલમાં દુઃખદ નિધન થયું છે. ભારતીય વાયુસેનાએ આ અંગે માહિતી…

તમિલનાડુ(Tamil Nadu)ના કુન્નુર(Coonoor) પાસે હેલિકોપ્ટર દુર્ઘટના(Helicopter crash)માં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ(Captain Varun Singh)નું હોસ્પિટલમાં દુઃખદ નિધન થયું છે. ભારતીય વાયુસેનાએ આ અંગે માહિતી આપી હતી. વાયુસેનાના મીડિયા કોઓર્ડિનેશન સેન્ટર (IAF- MCC) એ એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય વાયુસેના બ્રેવ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધન વિશે જણાવતા ખૂબ જ દુઃખી છે. આજે સવારે તેમનું નિધન થયું હતું. ભારતીય વાયુસેના તેમના પરિવાર સાથે છે.

CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય સૈન્ય જવાનોએ ગયા અઠવાડિયે કુન્નુરમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો જ્યારે ઘાયલ અધિકારી સિંહ બેંગલુરુમાં સારવાર હેઠળ હતા.

બાળકો અને આચાર્યને પત્ર લખ્યો હતો:
હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે 18 સપ્ટેમ્બર 2021ના રોજ પોતાની શાળાને એક પત્ર લખ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેણે આ પત્ર આર્મી પબ્લિક સ્કૂલ, ચંડી મંદિરના પ્રિન્સિપાલને લખ્યો હતો, જ્યાં કેપ્ટન સિંહે તેનું સ્કૂલિંગ પૂરું કર્યું હતું. આ પત્રમાં તેમણે તેમની શાળાના એવા બાળકોને પણ સંબોધ્યા છે જેઓ અભ્યાસમાં સરેરાશ છે.

જો તમે 90% મેળવી શકતા નથી તો કોઈ વાંધો નથી:
બહાદુરી પુરસ્કાર, શૌર્ય ચક્ર પુરસ્કાર મેળવનાર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે આ પત્રમાં લખ્યું છે કે, ‘અભ્યાસમાં સાધારણ હોવું ઠીક છે. દરેક જણ શાળામાં શ્રેષ્ઠ નથી બની શકતું અને દરેક જણ 90% સ્કોર કરી શકતું નથી. જો તમને આ સિદ્ધિઓ મળે તો તે સારી વાત છે અને તેની પ્રશંસા પણ થવી જોઈએ. પણ જો આમ ન થાય તો પણ એવું ન વિચારો કે તમે સામાન્ય છો. કારણ કે શાળામાં સામાન્ય હોવું એ જીવનમાં આવતી વસ્તુઓનો સામનો કરવાનો માપદંડ નથી.

તે આગળ લખે છે, ‘તો તમારો શોખ શોધો. તે કલા, સંગીત, ગ્રાફિક ડિઝાઇન, સાહિત્ય હોઈ શકે છે. તમે જે પણ કામ કરો છો તેના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહો. તમારું શ્રેષ્ઠ આપો તમારે એવું વિચારવાની જરૂર નથી કે હું વધુ પ્રયત્નો કરીને વધુ સારું કરી શક્યો હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *