સરગવાની ખેતીથી ઓછા રોકાણમાં થશે ધોમ આવક- બંજર જમીનમાં થશે લાખોની કમાણી, જાણો A to Z માહિતી…

Drumstick Farming: ભારત ખેતી પ્રધાન દેશ છે, જ્યાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, ભાવનગર જિલ્લાના ખેડૂતો અનેક પ્રકારની ખેતી કરી રહ્યા છે, મોટાભાગના ખેડૂતો કપાસ, ઘઉં, બાજરી, મગફળી, કે ડુંગળી ની ખેતી કરતા હોય છે, તો સારી ફળદ્રુપ જમીન ધરાવતા ખેડૂતો બાગાયતી પાકો જેમાં જમરૂખ, દાડમ, કેળ, કેરી, અને સીતાફળની ખેતી કરતા હોય છે, જ્યારે ભાવનગર જિલ્લાના કેટલાક ખેડૂતો લાંબા ગાળે સારી આવક મેળવવા સરગવાની ખેતી(Drumstick Farming) કરી રહ્યા છે. એટલુું જ નહીં સરગવાની ખેતી બારે માસ કરી શકાય છે.

વીઘા દીઠ તેઓ 20 થી 50 હજારની આવક થઇ રહી છે
સરગવાની ખેતી કરવમાં પાણીની વધુ જરૂર નથી પડતી. તેમજ તેની જાળવણી પણ ખૂબજ ઓછી કરવી પડે છે. તજજ્ઞોનુ કહેવુ છે કે સરગવાની ખેતી કરવી ઘણી સરળ છે તેમજ જો તમે તેની મોટા પાયે ખેતી કરવા નથા માગતા તો સામાન્ય પાકની સાથે પણ તેની ખેતી કરી શકો છો.ત્યારે ભાવનગર જિલ્લાના સીદસર ગામના ખેડૂત સરગવાની ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે, તેમણે 20 વીઘાની વાડીમાં સરગવાના વૃક્ષનું વાવેતર કર્યું છે, જેમાં એક વીઘા દીઠ તેઓ 20 થી 50 હજારની આવક મેળવી રહ્યા છે, એટલે કે 20 વીઘાની વાડીમાં સરગવાની ખેતી માથી વર્ષે 5થી 10 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે.

સરગવાની ખેતીમાં પાણીની જરૂર નથી પડતી
સરગવાના ઝાડના દરેક ભાગનો ઉપયોગ થાય છે. તેના પાંદડને પણ તમે સલાડની રીતે ખાય શકો છો. તેના પાંદડા, ફળ અને ફૂલમાં ઘણા પોષકતત્વો હોય છે. તેમાં ઔષધિય ગુણ પણ હોય છે.તેના બીજમાંથી તેલ પણ નિકળે છે. સરગવાની ખેતી ગરમ પ્રદેશમાં સરળતાથી થઈ શકે છે. તેને વધુ પાણીની જરૂર નથી પડતી. ઠંડા પ્રદેશમાં સરગવાની ખેતી વધુ નફાકારક સાબિત નથી થતી. પ્રથમ વર્ષને બાદ કરતા વર્ષમાં બે વખત સરગવાનો ફાલ આવે છે. સામાન્ય રીતે એક ઝાડ પર 10 વર્ષ સુધી સારો પાક આવે છે.

વર્ષે 6 લાખ રૂપિયાનો ફાયદો થાય છે
એક એકર જમીન પર 1500 ઝાડ વાવી શકાય. સરગવાનુ ઝાડ સામાન્ય રીતે 12 મહિનામાં ઉત્પાદન આપવાનુ શરૂ કરી દે છે.જો વૃક્ષનો વિકાસ સારી રીતે થાય તો 8 મહિનામાંજ ઝાડ તૈયા થઈ જાય છે. કુલ ઉત્પાદન 3000કિલો સુધી આવે છે. સામાન્ય રીતે સરગવાનો ભાવ પ્રતિ કિલો બજારમાં 40 થી 50 રૂપિયાનો હોય છે. હોલસેલ બજારમાં તેનો પ્રતિ કિલોનો ભાવ રૂ.25 હોય છે. વર્ષમાં 7.5 લાખ રૂપિયાનુ ઉત્પાદન થાય છે. જો તેમાંથી અન્ય ખર્ચ બાદ કરવામાં આવે તો તમને વર્ષે 6 લાખ રૂપિયાનો ફાયદો થાય છે.

જિલ્લામાં આશરે 1000 થી 1200 હેક્ટરમાં સરગવા નું વાવેતર કરવામાં આવ્યું છે, સરગવાની શીંગ નું સરસ મજાનું ચટાકેદાર શાક તો બને જ છે એ ઉપરાંત સરગવો ઔષધીય ગુણોનો ભંડાર ગણાય છે, અનેક પ્રકારના રોગો માટે સરગવો વપરાય છે, કોરોનાકાળમાં તો ઘરે ઘરે સરગવાનું જ્યુસ જોવા મળતું હતું, સાંધાનો દુખાવો, સ્વાસ્થ્ય જાળવવા, તેમજ વધુ ચરબી ધરાવતા લોકો પણ સરગવા નો ઉપયોગ કરતા થયા છે.

સરગવાનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે
સરગવાનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે. સરગવાનું ઝાડ મૂલ્યવર્ધક છે તેના ઝાડના તમામ ભાગોનો ઉપયોગ ખોરાક, દવા, ઔદ્યોગિક કાર્ય વગેરેમાં થાય છે. સરગવાનુ ઝાડ એ બારે માસ વાવી શકાય તેવું ઝાડ છે અને સરગવાની ઝાડમાંથી બારે માસ ઉત્પાદન મેળવી શકાય છે. સરગવાની ખેતી ફક્ત ભારતમાં જ નહીં પણ ફિલિપાઈન્સ, હવાઈ, મેક્સિકો, શ્રીલંકા, મલેશિયા વગેરે દેશોમાં થાય છે.વર્ષમાં 2 વખત મેળવી શકાય છે ઉત્પાદનકૃષિ વૈજ્ઞાનિક ડો.એસ.કે.સિંઘ કહે છે કે સરગવાની ખેતીથી ખેડૂતો સરળતાથી સારી આવક કરી રહ્યા છે. પરંતુ આપણે એ પણ જાણવાની જરૂર છે કે તેને ખાવાથી આપણને શું ફાયદો થઈ શકે છે. સરગવાનો પાક વર્ષમાં બે વાર મેળવી શકાય છે. દેશી સરગવાનો પાક વર્ષમાં એક વાર મેળવી શકાય છે.