સરગવાની ખેતીથી ઓછા રોકાણમાં થશે ધોમ કમાણી; બંજર જમીનમાં પણ થશે લાખોની કમાણી

Drumstick Farming: ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. ભારતની મોટાભાગની વસ્તી ખેતી સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી છે. કોરોના કાળમાં પણ કૃષિના કારણે જ ભારતીય અર્થતંત્રના શ્વાસ ચાલતા હતા. કૃષિ ક્ષેત્ર બહોળા પ્રમાણમાં રોજગારી ઉત્પન્ન થાય છે. આ સાથે તે નાના મોટા (Drumstick Farming) વ્યવસાયનો પાયો પણ છે. જેથી અહીં પોતાનો ધંધો કરવા માંગતા ખેડૂતો માટે ઓછા રોકાણ અને મોટા નફાના માર્જિનવાળો ધંધાકીય વિકલ્પ રજૂ કર્યો છે. ત્યારે આજે અમેતમને સરઘવાની ખેતી કરીને ખેડૂતો માલામાલ થયા છે તે અંગે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

સરગવાની ખેતી
સરગવાનું વૈજ્ઞાનિક નામ Moringa Oleifera છે. તેની ખેતી માટે વધારે પાણીની જરૂર પડતી નથી અને તેની વધુ પડતી જાળવણી પણ જોઈતી નથી. તે ઓછો સમય લે છે અને નફાકારક પણ છે. ખેતી ખૂબ જ સરળ છે અને જો તમે તેને મોટા પાયે કરવા નથી માંગતા, તો તમે તમારા સામાન્ય પાક સાથે પણ તેની ખેતી કરી શકો છો. તે ગરમ વિસ્તારોમાં સરળતાથી ખીલે છે અને તેના ફૂલો માટે 25થી 30 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. જેથી ઠંડા વિસ્તારોમાં તેની ખેતી વધુ હિતાવહ ગણાતી નથી.

રોકાણ અને કમાણી
સરગવાના ફાર્મિંગ વ્યવસાયમાં તમે એકવાર નાણાંનું રોકાણ કરીને લાંબા ગાળાની કમાણી કરી શકો છો. એકંદરે તમે દર વર્ષે રૂ. 5 લાખ સુધીની કમાણી કરી શકો છો. એકવાર વાવ્યા પછી તેને ચાર વર્ષ સુધી વાવવું પડતું નથી. સરગવો ઔષધીય છોડ છે.

જેથી આવા છોડની ખેતી સાથે તેનું માર્કેટિંગ અને નિકાસ પણ સરળ બની ગયું છે. યોગ્ય રીતે ઉગાડવામાં આવેલા સરગવાની માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વધુ માંગ છે. જેથી વર્તમાન સમયે ખેડૂતોનું ધ્યાન સરગવાની ખેતીના વ્યવસાય પર વધી રહ્યું છે.

સરગવાની ખેતીનો વ્યવસાય કેવી રીતે શરૂ કરવો?
સરગવાની ખેતીની સૌથી ખાસ વાત એ છે કે, આ વ્યવસાય માટે તમારે જમીનના મોટા ટુકડાની જરૂર રહેતી નથી. તમે તમારા સામાન્ય પાક સાથે પણ તેની ખેતી કરી શકો છો. તેની ખેતીના 10 મહિના પછી ખેડૂતો પ્રતિ એકર ઘણી કમાણી કરી શકે છે. સરગવાનો ઉપયોગ દવા અને હર્બલ માટે થાય છે.