સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના બીજા માળે આગ ભભૂકી ઉઠી છે. સુરતના સરથાણા માં આવેલ તક્ષશિલા આર્કેડમાં ભયાનક આગ લાગતા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરથી નીચે કૂદકા માર્યા હતા. જોકે ફાયર ની દસ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે આવી અને રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી હતી. વાયરલ થયેલા એક વીડિયોમાં ઉપરના માળે આવેલા ક્લાસીસ માંથી વિદ્યાર્થીઓ તેમજ ફસાયેલા લોકો નીચે કૂદકા મારતા દ્રશ્યમાન થાય છે.આ અંગે સુરત મહાનગર પાલિકાના મેયર ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા જ ડે.કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરાઇ હતી.
ભીષણ આગ ને પગલે આ ઘટનાને મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી આવી રહી છે.
આગ લાગવાની જગ્યાએ પ્રત્યાક્ષદરશીએ જણાવ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ અને અન્ય કલાસીસ અને પ્રીસ્કુલ ચાલતાં હતાં. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંજવણ ભરી સ્થિતીમાં મુકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં. જેથી ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મિમેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
સરથાણા પ્રાણી સંગ્રહાલય સામે આવેલા ઓવરબ્રીજ પરથી પસાર થતાં લોકોએ રસ્તા પર વાહનો થંભાવી દઈને આગની ઘટના જોવાની સાથે કેમેરામાં કેદ કરવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયામાં આગની સમગ્ર ઘટનાને પગલે હાહાકાર મચી ગયો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે, ફાયરબ્રિગેડને આગ લાગ્યા અંગે જણાવવામાં આવ્યું હતું તેમ છતાં ફાયર બ્રિગેડ આગ લાગ્યાના ઘણા સમય બાદ આવ્યું હતું. જેથી ખાના ખરાબી વધી હતી. તંત્ર પાસે પુરતા સાધનો ન હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં સફળતા નથી મળી રહી.
બીજા માળે આવેલા ક્લાસીસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે. આગ લાગ્યા બાદ આગ થોડી જ ક્ષણોમાં પ્રચંડ બની ગઈ હતી.જેથી ડરના માર્યા બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી.
આ પ્રથમ વખત નથી બન્યું કે ટ્યુશન માં આગ લાગી હોય, મનપા ના અધિકારીઓ આવી ઘટનાઓ બાદ કાગળ પર કાર્યવાહી કરીને સંતોષ અનુભવતા હોય છે એટલે જ કદાચ આવી ઘટનાઓ વારવાર બનતી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.