ખેડૂત MLA હર્ષદ રીબડીયા ખાતરની ગુણ લઈને સચિવાલય પહોંચ્યા, સરકાર બેકફુટ પર

Published on: 8:19 am, Mon, 13 May 19

ગુજરાતમાં એક પછી એક કૌભાંડો ઉજાગર થઇ રહ્યા છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યભરમાં ગાજેલા ખાતર કૌભાંડને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે. ખાતર ની ગુણીમાં ઓછા વજન મુદ્દે ગાંધીનગરના સચિવાલય કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્યની સેકટર 7 પોલીસે અટકાયત કરી છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ખાતરની ગુણી લઈને ગાંધીનગર પહોંચ્યા અને તેઓ ગાંધીનગરમાં સચિવાલય ભવન ખાતે પહોંચીને સમગ્ર ખાતરકૌભાંડ પર તટસ્થ તપાસની માંગ કરવાનો પ્રયાસ કર્યો.

ઉલ્લેખનિય છે કે હર્ષદ રીબડીયા ખેડૂતો ના પ્રશ્ને હાર હંમેશ કૈક અલગ રીતે જ વિરોધ કરતા આવ્યા છે. આ પહેલા પણ તેઓ મગફળી આગ કાંડ હોય કે મગફળી ની હલકી ગુણવતાની ખરીદી, તેઓ વિધાનસભામાં મગફળી લાવીને ગૃહમાં ફેંકી હતી. મગફળી ખરીદીમાં થઇ રહેલી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની આશંકા હર્ષદ રિબડીયાએ વ્યકત કરી હતી અને તપાસ થાય તે પહેલા જ મગફળીને સળગાવી દેવાઈ હતી.

તેજપુરમાં ગુણી પર લખેલા વજન કરતા વજનકાંટામાં ખાતરનું ઓછું વજન સામે આવ્યુ હતુ. ખેડૂત આગેવાન પાલ ભાઈ આંબિલયા સહિતના ખેડૂત અગ્રણીઓએ આ કૌભાંડનો ખુલાસો કર્યા બાદ કેશોદ,વિસાવદર, રાજકોટ, સુરત અને ભરૂચમાં પણ ખાતરની ગુણીઓના વજનમાં ગોલમાલ સામે આવી હતી. રાજ્ય સરકારે તપાસના આદેશ આપવા પડ્યા હતા. અને રવિવાર સુધી ખાતરના ગોડાઉન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.