આજકાલ ઘણી વખત મોટા દિકર અને બોલીવુડના મોટા મોટા અભિનેતાઓ માત્ર ગણતરીની સેકન્ડમાં જ દુનિયાને અલવિદા કહી દે છે. આવી ઘટનાઓથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અને દેશને ખૂબ જ મોટી ખોટ પડતી હોય છે ત્યારે વધુ એક આવા મોટા બોલીવુડ અભિનેતા નું અવસાન થયું છે.
અભિનેતા સતીશ કૌશિક હવે આપણી વચ્ચે રહ્યા નથી. સતીશનું 67 વર્ષની વયે અવસાન થયું છે. સતીશ કોષીયાના મૃત્યુના સમાચાર તેમના નજીકના મિત્ર અનુપમ ખેરે આપ્યા છે. આ દુ:ખદ સમાચાર સાંભળ્યા બાદ બોલીવુડ મોટા મોટા સેલિબ્રિટી અને તમામ ફ્રેન્ડ્સ ખૂબ જ શોખમાં છે.
દરેક વ્યક્તિ પોતાના ફેવરેટ સ્ટારની ખોટ ખૂબ જ અનુભવી રહ્યા છે અને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ફિલ્મી સ્ટાર સતીશ કૌશિકને તેમના દરેક ફેન ભીની આંખે વિદાય આપી રહ્યા છે. હજુ તો પરમ દિવસે સુમિત કોશિયા તેમના મિત્રો સાથે હોળી રમી રહ્યા હતા અને તેઓ વાઇરલ થયેલા ફોટોસ માં ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા.
સતીશ કોષીયમ પોતાના મિત્ર સાથે હોળી રમવા ગયા હતા તે દરેક પલોને તેમને કેમેરામાં કેદ કરી હતી અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. હજુ પણ ફેન્સ ને સતીશ કોશિયાના મૃત્યુ પર વિશ્વાસ થઈ રહ્યો નથી કારણ કે મૃત્યુના એક દિવસ પહેલા ફેન્સે તેના હોળી રમતા ફોટા જોયા હતા.
કોને ખબર હતી કે જે વ્યક્તિ આટલી ઝૂફ અને ઉત્સાહથી હોળીનો તહેવાર મનાવી રહ્યો છે, તે અચાનક જ આ દુનિયાને અલવિદા કહી દેશે, જી હા હવે સતીશ કૌશિક ચાલ્યા ગયા છે, તે આપણી વચ્ચે રહ્યા નથી. સતીશ કોલીયા દરેક ફ્રેન્ડસ માટે ફિલ્મોની અંદર શામદાર કામોનો વારસો હંમેશા માટે છોડતા ગયા છે. હિન્દી સિનેમામાં યોગદાન આપવા માટે હંમેશા દરેક લોકો તેમને યાદ રાખશે.
સતીશ કૌશિક ના મૃત્યુ વિશે જ્યારે અનુપમ ખેર સાથે વાત કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે, હું જાણું છું કે આ દુનિયાનો છેલ્લો સત્ય મૃત્યુ છે. મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે 45 વર્ષની મિત્રતા ઉપર અચાનક જ આવી રીતે પૂર્ણવિરામ લાગી જશે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, સતીશ કૌશિકે કંગનાની પણ ખૂબ વધારે બહુ પ્રતિષ્ઠિત ફિલ્મ ઇમરજન્સીમાં પણ કાર્ય કર્યું હતું ત્યારે કંગનાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, સતીશ કૌશિક મારા સૌથી મોટા ચીયર લીડર અને ખૂબ સફળ અભિનેતા અને નિર્દેશક હતા. વધુમાં કંગનાએ કહ્યું કે, તેઓ અંગત રીતે ખૂબ જ દયાળુ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.