ગુજરાતના આ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત, રિક્ષાના હાલ તો એવા થયા કે…

રાજ્યમાંથી અનલોકમાં રસ્તા પર લોકોની અવર-જવર સતત વધતી જતી હોવાને લીધે અકસ્માતોની ઘટનામાં પણ સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વધારે એક અકસ્માતની ઘટના જામનગર-રાજકોટ…

રાજ્યમાંથી અનલોકમાં રસ્તા પર લોકોની અવર-જવર સતત વધતી જતી હોવાને લીધે અકસ્માતોની ઘટનામાં પણ સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વધારે એક અકસ્માતની ઘટના જામનગર-રાજકોટ હાઇવે પર બનવા પામી છે. જેમાં રીક્ષા અને આઇસર ટેમ્પાની વચ્ચે અકસ્માત સર્જાતાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. અકસ્માતની ઘટનાને કારણે રોડ પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા હતાં. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રાફિક જામ દૂર કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મળેલ જાણકારી પ્રમાણે જામનગર-રાજકોટ હાઇવે પર જ્યારે એક આઇસર ટેમ્પો લસણની ગુણ ભરીને જઈ રહ્યો હતો હતો ત્યારે એકાએક ઇકો કારે ટેમ્પની આગળ આવીને બ્રેક મારી હતી. જેને લીધે ટેમ્પા ચાલકે બ્રેક મારી હતી પણ બ્રેક મારતાં આઇસરનું સતુંલન બગડયું હતું.

જેને લીધે તે રોડ પર જઈ રહેલ એક રિક્ષાની સાથે અથડાયુ હતું. રિક્ષાની સાથે આઇસરનો અકસ્માત થયા પછી તે રોડ પર પલટી મારી ગયુ હતું. જેને લીધે ટ્રકમાં ભરેલ લસણની બોરીઓ પણ રોડ પર પડી હતી તો બીજી બાજુ આઇસરે રિક્ષાને ટક્કર મારી હોવાને લીધે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. અકસ્માતની ઘટનાને પગલે લોકોનાં ટોળા ઘટના સ્થળ પર એકત્ર થઈ ગયા હતા તથા ઈજાગ્રસ્ત થયેલ લોકોને સારવાર અર્થે 108 દ્વારા જામનગરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ગણતરીના સમયમાં ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.

પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂઆત કરી છે. એવી પણ જાણકારી મળી રહી છે કે, ઈજાગ્રસ્ત થયેલ કુલ 10 લોકોમાંથી કુલ 2 લોકોની હાલત ખુબ ગંભીર છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ મોટાભાગના લોકો આઇસરની અંદર સવાર હતાં તથા આ બધાં જ લોકો ગ્રામ્ય વિસ્તારનાં હોવાની પણ જાણકારી મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *