‘સવારે બોલે ને ન પડવા દે રાત; ઘડીયાળના કાંટાની પહેલા પોચે એ મારી મોગલ માત.’ એટલે કે મુશ્કેલી આવ્યા પહેલા જ માં મોગલ પોતાના ભક્તોના દુઃખો દુર કરવા માટે પહોચી જાય છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક ભક્ત ને સમાન માનનારા માં મોગલના કિસ્સા ખરેખર અવિશ્વાસ્નીય છે. માં મોગલે તો કેટલાય ભક્તોની માંગણીઓ અને લાગણીઓ સ્વીકારી છે. કેટલાય નિ:સંતાનોના ઘરે સંતાનસુખના આશીર્વાદ આપ્યા છે. વર્ષોથી વેરાન પડેલા આંગણાઓમાં બાળકની કિલકારીઓ ગુંજતી કરી છે. અશક્યને પણ શક્ય સિદ્ધ કરી બતાવે એ માં મોગલ.
કહેવાય છે કે જ્યાં સારી સારી દવા કામ નથી આવતી ત્યાં માં મોગલની દુઆ કામ કરી જાય છે. આ વાત ખરેખર સાચી નીવડી છે. હાલ કઈક આવી જ માનતા પૂરી કરવા માટે રાજસ્થાનના જોધપુરથી ભગતસિંહ નામના યુવક કબરાઉ સ્થિત મોગલધામે આવી પહોચ્યા હતા. સૌ પર પોતાની દયા દાખવે એ માં મોગલના દ્વારે આવેલું કોઈ પણ ભક્ત નિરાશ થઈને ઘરે પરત ફરતું નથી. ત્યારે ભગતસિંહની પણ માનતા પૂરી થતા તેઓ વહેલામાં વહેલી તકે માં ના દ્વારે આવી પહોચ્યા હતા.
મણીધર બાપુ એ માનતા વિશે પૂછ્યું ત્યારે ભગતસિંહે જણાવ્યું કે, મને એલર્જી રહેતી હતી અને વાળની પણ સમસ્યા હતી. કેટ-કેટલાય ઉપચાર કરાવ્યા છતાં પણ સારું થતું ન હતું. જથી માં મોગલ પ્રત્યે વિશ્વાસ દાખવીને માનતા માની હતી. માં મોગલે ટૂંક જ સમયમાં પરચો બતાવ્યો અને મારી માનતા પૂરી કરી. મને એકદમ સારું થઇ ગયું છે જેથી હું માનતા પૂરી કરવા માટે અહી આવ્યો છું. આટલું કહી તેમણે મણીધર બાપુને ૫,૧૦૦ રૂપિયા અને માનતા સ્વીકારવા કહ્યું.
મણીધર બાપુ એ ખુબ જ નિખાલસતા સાથે પૂછ્યું કે, બેટા! રાજપૂત છો તમે? ત્યારે ભગતસિંહે જણાવ્યું કે; ના, રાઠોડ છું. ત્યારે મણીધર બાપુ એ કહ્યું કે તારે બેન છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે હા, બે બેન છે. મણીધર બાપુ એ આ ૫,૧૦૦ રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તારી બંને બહેનોને આપી દેજે અને સમજજે કે માં એ તારી માનતા ૧૫૧ ગણી સ્વીકારી લીધી છે. બોલો, જય માં મોગલ!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.