24 કલાકમાં 3 અકસ્માત: 6નાં મોત, સાવરકુંડલામાં કારે બે બાઈકને ઉડાડી તો બારડોલીમાં બાઇક ડમ્પર નીચે ઘૂસ્યું, જાણો વિગતવાર

Savarkundala Accident: અમરેલીના સાંવરકુંડલામાં મહુવા રોડ પર રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ કારચાલકે એકથી વધુ વાહનોને (Savarkundala Accident) અડફેટે લેતા ફંગોળી નાખ્યા હતા. કારની લપેટમાં લગભગ બેથી ત્રણ બાઈક-સ્કૂટર આવી ગયા હતા. ઘટનાને પગલે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર લોકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટના બાદ CCTV સામે આવ્યા
માહિતી અનુસાર આ સમગ્ર ઘટના રોડ કિનારે લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં ઘટનાની ભયાવહતા દેખાઈ આવે છે. એક કાર પૂરપાટ ઝડપે દોડતી એક પછી એક અનેક વાહનોને અડફેટે લેતી દેખાય છે. ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ એકઠાં થઈ ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

બારડોલીમાં એક યુવકનું મોત
બારડોલી તાલુકાના કડોદ ગામે સ્વામિનારાયણ મંદિર સામે બારડોલી-માંડવી રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનો લાઈવ સીસીટીવી વીડિયો​​​​​​ વાયરલ થયો છે. જેમાં​ ટેમ્પો ઓવરટેક કરવા જતાં બાઇક ડમ્પર ટ્રક સાથે અથડાયને ટ્રક નીચે કચડાઈ જાય છે, તેથી યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

સુરેન્દ્રનગરમાં 3ના મોત
સુરેન્દ્રનગર-ધાંગધરા રોડ પર IOC પેટ્રોલ પંપ પાસે એક ભયાનક અકસ્માત થયો છે. એક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો. જેમાં બાઇક સવાર ત્રણેય મિત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

ઇજાગ્રસ્તોમાં નીચે મુજબના વ્યક્તિઓનો સમાવેશ થાય છે:
કેતનભાઈ ચીમનલાલ જોશી (ઉંમર 35, ગામ: બાઢડા)
રિદ્ધિબેન કેતનભાઈ જોશી (ઉંમર 28)
જય અજીતભાઈ જોશી (ઉંમર 14)
રિવાબેન કેતનભાઈ જોશી (ઉંમર 3)