અધૂરા મહીને મહિલાને પીડા ઉપડી, એમ્બ્યુલન્સમાં સ્થળાંતરિત કરતી વખતે રસ્તામાં જ કરવી પડી ક્રીટીકલ ડીલીવરી અને…, જાણો ગુજરાતનો આ દિલધડક કિસ્સો 

તાજેતરમાં રાજકોટમાંથી એક દિલધડક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં નિશાબેન વસકોલ નામની 20 વર્ષીય મહિલાને આઠમાં માસે જ પ્રસૂતિની પીડા ઉપડતા શાપર સી.એચ.સી. સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતાં. ડો. જાવિયાઈ જણાવ્યું હતું કે, તેમની પરિસ્થિતિની ગંભીરતા જોતા તેમને 108 વાટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવા આવ્યા છે.

આ દરમિયાન એમ્બ્યુલન્સમાં મહિલાને સ્થળાંતરિત કરતી વેળાએ સમયના અભાવે એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ.ટી. રાજુભાઈ બાંભણીયા દ્વારા કોઠારીયા સોલ્વન્ટ પાસે રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી કરાવવામાં આવી હતી. બાળક અધૂરા મહીને જન્મ્યું હોવાથી બાળકની પરિસ્થિતિ સામાન્ય નહોતી.

શરીરનો અમુક ભાગ બ્લુ કલર જેવો દેખાતો હતો. જેથી રાજુભાઈએ ઓનલાઇન ડોક્ટરની સલાહ સાથે બાળક પહેલો શ્વાસ લે તે માટે સક્શન કરી શ્વાસ લઈ શકે તે માટે નળી ક્લિયર કરી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે, બાળકને ઓક્સિજન લેવલ પૂરું પાડવા “બ્લૉ બાય મેથડ” દ્વારા શ્વાસોચ્છવાસની ટ્રીટમેન્ટ આપી બાળકને તેમજ માતાને સહીસલામત સિવિલ હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યા હતાં.

આ અંગે વધુ વિગત આપતા 108ના ઇમરજન્સી એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટે જણાવ્યું કે, નવજાત બાળકને ઓક્સિજનની ઘટ પુરી પાડવા સીધુ જ ઓક્સિજન માસ્ક પર રાખી ન શકાય. તેના માટે ખાસ પદ્ધત્તિ “બ્લૉ બાય મેથડ” દ્વારા બાળકને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ મેથડમાં ઓક્સિજનની નળી એક હાથની બે આંગળી વચ્ચે રાખી બંને હાથની હથેળી દ્વારા ખોબો બનાવી તેને બાળકના નાક પાસે થોડી સેકન્ડ માટે સાયક્લિંક મેથડમાં નજીક-દૂર કરવામાં આવે છે. બાળકને બાહ્ય ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો રહે તે રીતે આ કામગીરી ખુબ જ સાવધાનીપૂર્વક કરવી પડે છે.

ઉપરાંત બાળકની પ્રસુતિના અનુભવી રાજુભાઈ જણાવે છે કે, અનેક મહિલાઓની ડીલિવરી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરવી પડે છે. બાળકની પ્રસુતિ સમયે બાળકને ઇન્ફેક્શનથી બચાવવા, નાળ ગળામાં વીંટળાઈ ગયેલી હોવાના કિસ્સામાં તેમજ એબ્નોર્મલ ડિલિવરીમાં ખુબ સાવધાની રાખી બાળક તેમજ તેની માતાને બચાવવાની કપરી કામગીરી કરવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *