ભાવેશ ટાંક Bhavesh Tank: ભારત સરકાર દ્વારા દેશ ના નામાંકિત વ્યક્તિ ઓ ને પદ્મશ્રી પુરસ્કાર આપવા ની જાહેરાત કરવા મા આવી છે જેમા સુરત હીરાઉધોગ ના ઉધોગપતિ શ્રી સવજીભાઈ ધોળકિયા ( savji dholakiya) ને પણ પદ્મશ્રી (padma shri) પુરસ્કાર થી સન્માનિત કરવા મા આવશે એવી જાહેરાત સરકારશ્રી દ્વારા કરવા મા આવી છે.
ત્યારે સવજી ભાઈ ની જાહેરાતો ને કારણે ફરી વખત વિવાદ થવાની શકયતા છે કેમ કે સવજી ભાઈ તેમની કંપની મા કામ કરતા કર્મચારીઓ એટલે કે રત્નકલાકારો ના પ્રોવિડન્ટ ફંડ ના રૂપિયા ચાઉ કરી ગયા હતા જેનો વિવાદ ફરી ઉખળવા ની શકયતા છે.
મુદ્દો એવો છે કે દરેક કંપની એ પોતાને ત્યા કામ કરતા કામદારો ના પ્રોવિડન્ટ ફંડ કાપવા અને જેટલી રકમ કામદારો ના પગાર માંથી કાપવા મા આવે એટલી જ રકમ તે કંપની એ પ્રોવિડન્ટ ફંડ કમિશનર ને જમા કરાવવી પડે છે અને એ જમા રકમ ઉપર સરકાર અંદાજે 8% વાર્ષિક વ્યાજ આપે છે. જેથી કામદાર ને નિવૃત્તિ ના સમયે કોઈ પાસે લાંબો હાથ ના કરવો પડે.
પણ સવજી ભાઈ એ પોતાની જ કંપની મા કામ કરતા કામદારો ના પી.એફ.ના રૂપિયા જમા કરાવ્યા નહોતા. જેના કારણે તેમની ઉપર રિજયોનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનરશ્રી દ્વારા કેસ દાખલ કરવા મા આવ્યો હતો અને તેમની કંપની ને અંદાજે 16 કરોડ રૂપિયા નો દંડ ફટકારવા મા આવ્યો હતો એ મીડિયા રિપોર્ટ એ પણ તે સમયે ભારે ચર્ચા જગાવી હતી.
ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સવજી ભાઈ ને શું કામદારો ના પી.એફ.ના રૂપિયા ચાઉ કરવા બદલ કે સરકારશ્રી ની વાહવાહી કરવા બદલે તેમને પદ્મશ્રી પુરસ્કાર થી સન્માનિત કર્યા હશે ???
સવજીભાઈ એ પોતાના કર્મચારીઓ ને બોનસ મા ગાડી ઓ આપી હતી ત્યારે ભારે ચર્ચા મા આવ્યા હતા અને ભારે પબ્લિસિટી મેળવી હતી અને આખા વિશ્વ મા સવજીભાઈ એ ચર્ચા જગાવી હતી પરંતુ પોતાના કામદારો ને બોનસ એકટ હેઠળ બોનસ નથી આપતા એવા લોકો કર્મચારીઓ ને બોનસ મા ગાડી આપે ખરા ???
એવો સવાલ ઘણા લોકો ના મન મા ઉઠ્યો હતો એટલે ગાડી ઓ ની તપાસ કરવા મા આવી તો ખબર પડી કે સવજી ભાઈ ની કંપની મા જે કર્મચારી કામે બેસે એટલે તેમનો 20000 રૂપિયા પગાર હોઈ તો તેમના પગાર માંથી 2000 હજાર રૂપિયા કંપની કાપી ને પોતાની પાસે જમા રાખતા હતા અને એવી રીતે જેમ પગાર વધારે હોય તેમના વધારે પૈસા જમા રાખવા મા આવતા હતા
ત્રણ વર્ષ સુધી કારીગરો ના પગાર માંથી આવી રીતે રૂપિયા કાપ્યા પછી જે રૂપિયા જમા થયા હોય (પહેલા સૌથી સસ્તી અને માર્કેટ મા ચાલી ના હોય એવી ગાડી નુ સર્વે કરવા મા આવે છે જેથી એ મફત ના ભાવે મળી શકે) પછી કારીગરો ના પૈસા દ્વારા જ સવજી ભાઈ ડાઉન પેમેન્ટ ભરે છે ભરે છે.
બોનસ એકટ મુજબ દરેક કારીગર ને કંપની એ પોતાના પગાર મુજબ અંદાજે 10% રૂપિયા બોનસ સ્વરૂપે આપવા થાય એટલે કામદારો ને એક પગાર બોનસ સ્વરૂપે મળે પણ સવજી ભાઈ એ બોનસ આપવા ને બદલે કારીગરો ના પગાર માંથી રૂપિયા કાપે અને એ કાપેલા રૂપિયા માંથી ગાડી ઓ ના ડાઉન પેમેન્ટ ભરે અને પછી આખી દુનિયા મા ઢંઢેરા પિટે કે અમે ગાડી ઓ આપી.
આવી રીતે ગાડી ઓ આપવા નો એક ફાયદો કંપની ને એ પણ થાય કે જ્યા સુધી ગાડી ઓ ના હપ્તા પુરા નો થાય ત્યા સુધી કારીગરો સવજી ભાઈ ને મૂકી ને બીજે ક્યાંય જઈ શકે નહી કામ થાય કે નો થાય.
એક વખત આ સિસ્ટમ સામે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા અવાજ ઉઠાવવા મા આવ્યો હતો. જેથી પોતાની ભૂલ સુધારવા ને બદલે સવજી ભાઈ એ યુનિયન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કમિશનર ના બળે યુનીયન નો અવાજ દબાવવા ની કોશિશ પણ કરવા મા આવી હતી. પણ સોશિયલ મીડિયા મા ભારે ઉહાપોહ થયો જેના કારણે સવજીભાઈ નો અને કમિશનર નો દાવ ઊંધો પડી ગયો હતો, ભારે નાલેસી અને ફજેતી થઈ હતી, પછી સવજીભાઈ એ કારીગરો ને ગાડી ઓ આપવા ની બંધ કરી હતી જેથી કારીગરો એ હાશકારો અનુભવ્યો હતો.
ત્યારે સરકારે સવજીભાઈ ને પદ્મશ્રી પુરસ્કાર આપવા ની જાહેરાત થતા ની સાથે જ ફરી વિવાદ ઉભો થઇ ગયો છે કેમ કે પદ્મશ્રી પુરસ્કાર મેળવવા ના સાચા હકદાર ગોવિંદભાઈ ધોળકિયા, સેવંતીભાઈ શાહ, લવજી ભાઈ બાદશાહ, મહેશભાઈ સવાણી, મનજીભાઈ ધોળકિયા જેવા મહાનુભવો સરકાર ના એવોર્ડ મેળવવા ને લાયક છે તેમની સરકાર એ કદર કરવી જોઈએ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છડે ચોક નિયમો નો ભંગ કરતા સવજી ભાઈ ની ફેકટરી નુ ઉદઘાટન કરવા પ્રધાનમંત્રી પોતે આવ્યા હતા ત્યારે સરકાર ને ગમતા લોકો ને એવોર્ડ ની લહાણી કરી પદ્મશ્રી પુરસ્કાર ની શાન ઘટી જશે એવો પણ આક્રોશ લોકો વ્યક્ત કરી રહ્યા છે અગાવ સરકારે કંગના ને એવોર્ડ આપ્યો ત્યારે આવો જ વિવાદ ઉભો થયો હતો.