શ્રાવણ મહિના નો પહેલો સોમવાર ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શંકર ના ભક્તો માટે અગત્ય નો દિવસ ગણવામાં આવે છે. તેમજ આ દિવસે શિવભક્તો ભગવાન શંકર ની ઉપાસના કરીને તેમને પ્રસન્ન કરવામાં લાગી જાય છે. લોકો શ્રાવણ માસ ના પહેલા સોમવારે ભોળેનાથ શંકરની પૂજા-અર્ચના કરતા જોવા આવે છે. ભગવાન શંકર ની પૂજા માત્ર સોમવારે જ નહીં, પરંતુ આખા શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે.
માત્ર આટલુ જ નહીં, પણ આ શ્રાવણ માસ ના સમયગાળા દરમિયાન લોકો ભગવાન ભોળેનાથ ને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ કરે છે .એવું જાણવામાં આવ્યું છે. કે ભગવાન શિવ શ્રાવણ મહિના માં તેમના ભક્તો સાથે પૃથ્વી પર વસે છે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં મહાદેવ પોતાના ભક્તોની મનોકામના પણ પૂરી કરે છે.શ્રાવણ માસ નો પહેલો સોમવાર છે, તેથી અમે તમને જણાવી રહ્યા છીએ શ્રાવણ મહિનામાં કઈ ભૂલો કરવાથી તમે પાપના ભોગી બનો છો.
શ્રાવણ મહિના માં શું ન કરવું :-
એવું જાણવામાં આવ્યું છે કે શિવલિંગને સ્પર્શ કરીએ તો માતા પાર્વતી ગુસ્સે થઈ જાય છે, આથી સ્ત્રીઓં શિવલિંગને સ્પર્શ કરી શકતી નથી. પરંતુ જો તમારી ઇચ્છા હોય તો તમે શિવલિંગની પૂજા કરી શકો છો.
એવું કહેવાયુ છે કે સ્ત્રીઓં એ વાળ છુટા ન રાખવા જોઈએ કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.આ જ સમયે, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે લગ્ન માં સીતામાતા ની માતા એ તેમને હંમેશા વાળ બાંધી રાખવા કહ્યું હતું, જેનાથી બંધાયેલા વાળ સંબંધોને પણ બાંધી રાખે છે.
એવું જાણવામાં આવે છે કે ભગવાન શંકર ને ક્યારેય પણ હળદર ન લગાવવી જોઈએ. આ સિવાય ભગવાન ભોળેનાથ ને ગાંજો, દતુરા, બીલીપત્ર, સફેદ ફૂલો, મધ, ફળો વગેરે ચડાવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં અફીણ, માંસ-મછલી જેવા ખોરાક ન લેવો જોઈએ, તેમજ આદુ, મૂળો, રીંગણ, લસણ, શેરડીનો રસ, કાળા મરી અને ડુંગળી આ ખોરાકનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.
સ્ત્રીઓં એ શ્રાવણ મહિનામાં માસિક સ્ત્રાવ ના સમય દરમિયાન શિવલિંગની પૂજા ન કરવી જોઈએ તેમજ વ્રત રાખનાર લોકોએ કાળા રંગના કપડા પણ ન પહેરવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.