રાજ્યમાં વધી રહ્યા છે પ્રેમી પંખીડાના આપઘાતના બનાવ- શું પ્રેમ માટે પોતાનો જીવ આપી પરિવારજનોને દુઃખી કરવા યોગ્ય છે?

વડોદરા(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

વડોદરા શહેર નજીક સિંધરોટ પાસે મહીસાગર નદીના બ્રિજ પરથી કૂદીને યુવક અને યુવતીએ આપઘાત કર્યો હતો.  આજે સવારે બંનેના મૃતદેહો મહીસાગર નદીમાંથી મળી આવ્યા હતા. બંનેએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. તેમની બાઈક બ્રિજ પાસેથી મળી આવી હતી. યુવક પાસેથી મળી આવેલા આઇડી પ્રૂફમાં યુવક નાપાડ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હજુ યુવતીની ઓળખ થઇ શકી નથી.

ચોમાસાની સિઝનમાં મહીસાગર નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહી છે, તેવા સમયે આણંદ તાલુકાના નાપાડ ગામનો યુવક યુવતી સાથે બાઇક ઉપર સિંધરોટ નજીક મહીસાગર બ્રિજ પર આવી પહોંચ્યા હતા અને તેઓએ બ્રિજની નજીક આવેલી મકાઇની લારી પાસે બાઇક ઉભી રાખીને ચાલતા થોડેક દૂર ગયા હતા, જ્યાં આ બંનેએ રહસ્યમય સંજોગોમાં મહીસાગર નદીના ધસમસતા પાણીમાં મોતની છલાંગ લગાવી હતી, જેથી બંને મોતને ભેટ્યા હતા. બંનેની લાશ મહીસાગર નદીના કિનારે તરતી લોક નજરે ચડતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કિનારા પર તરતી લાશોને બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી.

ગામના કેટલાક લોકોએ બ્રિજની આસપાસ તપાસ કરતા એક બિનવારસી બાઈક મકાઇની લારી પાસે પાર્ક કરેલી હાલતમાં મળી આવી હતી. મૃતક યુવક પાસેથી મળી આવેલા આઇડી પુરાવામાં યુવક શોહેબ સિકન્દર રાણા નાપાડ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે યુવતીની ઓળખ કરવા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

અગાઉ પણ 15 જુલાઇએ મોડી રાત્રે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં રહેતા પ્રેમી-પંખીડાએ દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર દોરીથી ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, રૂઢીચુસ્ત સમાજ લગ્નની મંજૂરી આપશે નહીં, તેવા ડરથી પ્રેમી-પંખીડાએ આપઘાત કરી લીધો હતો. લીમડાના ઝાડની ડાળી ઉપર દોરી બાંધી હાથમાં પ્રેમી પંખીડાએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા દોડકા અને મોક્સી ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *