રાજકોટ(ગુજરાત): મહિલાઓને વિધિના બહાને અનેક પ્રકારે ભોળવીને સાધુના વેશમાં આવેલ ઢોંગી ટોળકી રોકડ, ઘરેણાં લઇ જતા હોવાના બનાવો થોડાક સમયમાં અવારનવાર સામે આવ્યા હોય છે. થોડા સમય પહેલા જ પોલીસે આવા એક ઠગને ઝડપી પાડ્યો હતો. ત્યારે 6 દિવસ પહેલા વધુ એક બનાવમાં મહિલાને બીમારી દૂર કરવા વિધિ કરાવી પડશે તેવું કહીને 19 તોલા સોનું લઈને ફરાર થનાર ઢોંગીની પોલીસે ધડપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, બાપા સીતારામ ચોકમાં રહેતા હેતલ નિલેશભાઇ લાઠિયા નામની પરિણીતાની ફરિયાદ પ્રમાણે, ગત તા.18ની બપોરે તે ઘરે હતી. ત્યારે પાણી પીવાના બહાને એક સાધુ ઘરે આવ્યા હતા. પાણી આપ્યા બાદ તે સાધુની વાતમાં આવી જતા પોતાને શારીરિક બીમારી હોવાની તેને સાધુને જાણ કરી હતી. જેને કારણે તે સાધુ જ તેની શારીરિક બીમારી દૂર કરી આપશે, પરંતુ તેના માટે વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું. સાધુની આ વાત સંભાળીને તેને વિધિ કરવા તૈયારી થઇ હતી. ત્યારબાદ તે સાધુ ઘરમાં આવી વિધિ માટે સોના-ચાંદીના ઘરેણાં રાખવા પડશે તેવું જણાવ્યું હતું.
સાધુએ ઘરેણાંની વાત કરતા જ મહિલાએ કબાટમાં રાખેલા 5.81 લાખ રૂપિયાના કુલ 19 તોલા સોના-ચાંદીના ઘરેણાં લઇ સાધુને આપ્યા હતા. ત્યારબાદ તે સાધુએ વિધિનું બહાનું કરી મહિલાને પાણી પીવડાવ્યું હતું. તે પાણી પીધા બાદ પોતે બેહોશ થઇ ગઇ હતી. જ્યારે મહીલા ભાનમાં આવી ત્યારે ઘરમાં સાધુ કે તેને આપેલા સોના-ચાંદીના ઘરેણાં હતા નહીં. ત્યારે પોલીસમાં ફરિયાદ નોંધાય તે પહેલા જ સાધુના વેશમાં ઘરેણાં લઇ જનાર ચીટર ક્રાઇમ બ્રાંચે અટકાયત કરી હતી. તેને કબુલાત કરી હતી કે, 19 તોલા સોના-ચાંદીના ઘરેણાં લીધા કરી હતી. જે કબૂલાતને કારણે ભોગ બનનાર મહિલાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.