ભાઈને રાખડી બાંધી ઘરે પરત ફરી રહેલ મહિલા કોન્સ્ટેબલનું અક્સ્માતમાં કરુણ મોત- ‘ઓમ શાંતિ’

થોડા દિવસ અગાઉ જ રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી સૌ કોઈએ કરી હતી ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી…

થોડા દિવસ અગાઉ જ રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી સૌ કોઈએ કરી હતી ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલ 25 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ હર્ષિતાબેન હમીરભાઈ અજાણાનું આજે સવારમાં જેતપુર નજીક સર્જાયેલ અકસ્માતમાં મોત થતા રાજકોટ જિલ્લા પોલીસ તંત્રમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.

2 ભાઈઓને રાખડી બાંધીને ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પોલીસ પાસેથી મળી રહેલ જાણકારી પ્રમાણે મુળ જેતપુર તાલુકામાં આવેલ અમરાપર ગામના હર્ષિતાબેનને નોકરીને હજુ દોઢ વર્ષ જ થયુ હતું. જેતપુર તાલુકા પોલીસમાં સૌપ્રથમ પોસ્ટીંગ જ હતું.

અમરાપર ગામમાં 2 ભાઈઓને આજે સવારમાં રાખડી બાંધીને એકટીવા પર ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે થાણાંગાલોળ તથા જેતપુર વચ્ચેનાં ભીડભંજન મહાદેવ મંદિરના ગેઈટ પાસે એકટીવા સાથે તેના જ ગામના મોટર સાયકલ પર જઈ રહેલ નાથાભાઈ અરજણભાઈ પરમાર અથડાયા હતા.

મોટર સાયકલની અડફેટે આવતા હર્ષિતાબેનની પાસડીમાં એકટીવાનું હેન્ડલ ઘુસતા પૂષ્કળ આંતરીક રકતસ્ત્રાવ થઈ ગયો હતો. આટલુ જ નહી પણ હેન્ડલ માથામા વાગતા હેમરેજ થઈ ગયું હતું. જેને લીધે ખુબ ગંભીર ઈજા પહોંચતા જેતપુરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં આગળની સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

એકસમયે બ્લડપ્રેશર લો થઈ જતા હાર્ટને પમ્પીંગ કરવું પડયું હતું. જેને લીધે હાર્ટ ફરીથી શરુ તો થઈ ગયું હતું પણ બ્લડપ્રેશર સતત લો થતું જતા હોસ્પિટલ પહોંચ્યા સુધીમાં દમ તોડી દીધો હતો. આ અકસ્માતની જાણ થતાની સાથે જ જેતપુર પોલીસ સ્ટાફની ઉપરાંત LCBનો સ્ટાફ રાજકોટ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. જો કે, ઈજા સામાન્ય હોવાને લીધે સાંજે તેને રજા આપી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા એની વિરૂધ્ધ ગુનો નોંધીને ધરપકડની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *