રાજકોટ(ગુજરાત): રાજકોટ શહેરમાં આપઘાતના વધુ 2 બનાવ સામે આવ્યા છે. એક બનાવમાં માતા વિહોણા યુવાને ગળાફાંસો ખાઇ લીધો જ્યારે બીજા બનાવમાં પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. પહેલા બનાવમાં રાજકોટના શીતળાધારમાં રહેતા હાર્દિક દેવજીભાઇ સોલંકી નામના યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ પિતા દેવજીભાઇને થતા તરત નીચે ઉતારી 108ને જાણ કરી હતી. ત્યારે 108ની ટીમે યુવાને મૃત જાહેર કર્યો હતો. આજી ડેમ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
મૃતકના પિતા દેવજીભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, હાર્દિક તેમનો એકનો એક પુત્ર હતો. પિતા-પુત્ર પત્નીના અવસાન પછી એકલા રહેતા હતા. ત્યારે ગત રાતે હાર્દિક જમવા બનાવવા જાઉં છું તેમ કહી ઘરમાં ગયો હતો. ઘણો સમય થયો હોવા છતાં હાર્દિકનો અવાજ નહિ આવતા પિતા ઘરમાં ગયા હતા. ત્યારે હાર્દિક ફંદા સાથે લટકતો જોવા મળ્યો હતો. પુત્રના આપઘાત પાછળના કારણથી પિતા પણ અજાણ છે.
બીજા બનાવમાં ખારચિયા ગામે ઉકાભાઇ માવજીભાઇ મકવાણા નામના એક વૃદ્ધ ઝેરી દવા પી લેતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસ તપાસમાં ઉકાભાઇએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમને સંતાનમાં 1 પુત્રી છે. 1 વર્ષ પહેલા જ પત્નીનું અવસાન થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.