રાજકોટ માં છોકરી સાથે વાહન અથળાવી યુવકે એવો રોફ જમાવ્યો કે તમારા માસા વિજય રુપાણી છે. મારા પપ્પાના મિત્ર મનોહરસિંહ જાડેજા છે. મારા પપ્પા વકીલ છે ને અમારી પેઢી પણ વકીલ હતી તુ મારુ કઈ નઈ કરી શકે. વિડીયોમાં બેફામ અપ શબ્દો નો ઉપયોગ કરી રહેલો આ વ્યક્તિનું નામ પાર્થ જસાણી છે અને પોતે ડોક્ટર સર્જન હોવાનું કહી રહ્યો છે. મહીલા ને બેફામ વાણીવિલાસ પછી આ વિડીયો સોસીયલ મીડીયા મા વાયરલ થય રહ્યો છે. રાજકોટ પોલીસ કમિશનરે આ બાબતે તપાસ ના આદેશ આપ્યા છે સાથે મુખ્યમંત્રી કાર્યાલય પણ મુખ્યમંત્રીનું ગેરઉપયોગ નામ લેતા નારાજગી દર્શાવી છે.
એક યુવકની લુખ્ખી દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પાર્થ જસાણી નામક યુવક મારા માસા વિજય રૂપાણી છે એમ કહી લુખ્ખી દાદાગીરી કરતા નજરે ચડ્યો છે. યુવકની દાદાગીરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે ફરતો થયો છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ યુવકે સાયકલ પર જતી એક યુવતીને પોતાની કારથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ આ કાર ચાલકે મુખ્યમંત્રીની ઓળખ આપી દાદાગીરી કરી હતી.
જો કે, યુવકની દાદાગીરીનો આ વીડિયો સામે આવતા હવે પોલીસ કમિશ્નરે કાર ચાલક યુવક પર સખ્ત કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. કમિશનરના આદેશ બાદ પોલીસ હરકતમાં આવી અને સાયકલિંગ કરતી યુવતીને ટક્કર મારનાર અને સીએમની ઓળખ આપી દાદાગીરી કરનાર શખ્સની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
વાયરલ વીડિયોમાં તમે સાંભળી શકો છો કે યુવક કહે છે કે,‘મારું નામ પાર્થ જસાણી છે. મારા માસા વિજય રૂપાણી છે અને મનોહર જાડેજા છે એ મારા પપ્પાના ફ્રેન્ડ છે અને રાજકોટ પોલીસ કમિશનર છે. બીજા કોઈની જરૂર નથી હું જ કાફી છું. ડીસીપી કક્ષાના અધિકારી પણ સંબંધી હોવાની વાત કરી રહ્યો છે. વીડિયોની CM કાર્યાલયે પણ ગંભીર નોંધ લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.