31મી ડિસેમ્બરથી બંધ થઇ જશે SBI બેન્કનું ATM કાર્ડ, હવે આ રીતે ઉપડશે રૂપિયા, જાણો અહીં

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ એક મહત્વની જાહેરાત કરી તેના એકાઉન્ડ હોલ્ડર્સને એલર્ટ કર્યા છે. એસબીઆઈએ તેના ગ્રાહકોને જણાવ્યું છે કે, 31 ડિસેમ્બરથી તેના કેટલાક ATM ડેબિટ કાર્ડ બંધ થઈ જશે. તેથી કાર્ડને બદલવા માટે ગ્રાહકો ઝડપથી બેંકની મુલાકાત લે. જો એવું ના કરવામાં આવ્યું તો એવા ગ્રાહકોના કાર્ડથી લેણદેણ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.

ભારત દેશની મોટી સરકારી બેન્ક SBIના ડેબિટ કે એટીએમ કાર્ડ આવનારા દિવસોમાં બંધ થઇ જશે. SBI ના ચેરમેન રજનીશ કુમારે તેના સંકેત આપ્યા છે. SBIના ચેરમેને જણાવ્યું હતું કે, અમે ATM કાર્ડ ને ચલણથી બહાર કરવા માગીએ છીએ. અમે આ વાતને લઇને આશ્વસ્થ છીએ કે, તેને ચલણમાંથી બહાર કરી શકાય તેમ છે. તેવામાં હવે સવાલ એ છે કે, ડેબિટ કાર્ડ બંધ થવાની સ્થિતિમાં ગ્રાહક એટીએમ મશીનથી કેશ કેવી રીતે ઉપાડી શકશે…

હવે આરીતે ઉપાડી શકાશે રૂપિયા:

યોનો માંથી રૂપિયા ઉપાડવા માટે તમારા ફોનમાં SBIની યોનો એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. તે બાદ યોનો એપની યોનો કેશ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. આ કેટેગરી ખુલતાં જ તમારી પાસે કેટલા રૂપિયા ઉપાડવા તેંની જાણકારી લેવામાં આવશે. તેનો અર્થ એ છે કે એટલી એમાઉન્ટ એન્ટર કરવાની રહેશે જેટલાની તમારે જરૂર છે.

ત્યાર પછીના સ્ટેપમાં તમારે 6 ડિજિટનો ટ્રાન્જેક્શન પિન સિલેક્ટ કરવાનો છે. આ પિનની જરૂરિયાત એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે પડશે. આ ઉપરાંત તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે. આ મેસેજમાં એક ટ્રાન્જેક્શન નંબર હશે.

તે બાદ તમારે એસબીઆઇના નજીકના ‘યોનો કેશપોઇન્ટ’ એટીએમ પર જવાનુ રહેશે. અહી એટીએમ સ્ક્રીન પર યોનો કેશ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તેને સિલેક્ટ કર્યા બાદ તમારી પાસે ટ્રાન્જેક્શન નંબર માગવામાં આવશે. તેવામા તમારા મેસેજ દ્વારા મળેલા ટ્રાન્જેક્શન નંબરને એન્ટર કરવાનો રહેશે.

ત્યાર બાદ જેટલા રૂપિયા ઉપાડવા છે તેટલી રકમ ટાઇપ કરીને યોનો એપમાં સિલેક્ટ 6 ડિજિટનો પિન એન્ટર કરવાનો છે. પિન નાંખ્યા બાદ તમને કેશ મળી જશે. ગ્રાહકે પિન અને ટ્રાન્જેક્શન નંબર બંનેની મદદથી આગામી 30 મિનિટમાં આ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. તે બાદ આ નંબર અમાન્ય થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *