સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવાની સુવર્ણ તક: 2000 થી વધુ જગ્યાઓ માટે બહાર પડી ભરતી, 60,000 થી વધુ મળશે પગાર

Published on Trishul News at 2:50 PM, Thu, 21 September 2023

Last modified on September 21st, 2023 at 2:52 PM

SBI PO recruitment 2023: બેંકમાં નોકરી કરવા માંગતા લોકો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી બહાર પાડી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે છેલ્લી તારીખ,પોસ્ટનું નામ,કેટલી જગ્યા પર ભરવાની છે,અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ(SBI PO recruitment 2023) રીતે કરવી વગેરે જાણવા મળશે.

મહત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ કરવાની તારીખ: 07 સપ્ટેમ્બર 2023

અરજી કરવાની છેલ્લી તારીખ: 27 સપ્ટેમ્બર 2023

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા PO પ્રિલિમ્સ એડમિટ કાર્ડ: ઑક્ટોબર 2023ના બીજા
અઠવાડિયે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા PO પ્રિલિમ્સ પરીક્ષા 2023: નવેમ્બર 2023

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પરિણામ: નવેમ્બર/ડિસેમ્બર 2023

પોસ્ટનું નામ તથા ખાલી જગ્યાઓ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસર એટલે કે PO પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે. કુલ 2,000 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી રહી છે.

વયમર્યાદા
SBI ની જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 21 વર્ષ જેટલી હોવી જોઈએ. મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જેટલી હોવી જોઈએ.

અરજી ફી શું છે?
SBI ની જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, સામાન્ય, OBC, EWS ઉમેદવારો માટે અરજી ફી – રૂ. 750. તથા SC, ST અને PW ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી.

પસંદગી પ્રક્રિયા શું છે?
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ત્રણ તબક્કામાં ભરતી કરવામાં આવશે પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યુ પ્રારંભિક પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં હાજર રહેવું ફરીજીયાત છે. બંને પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. અંતિમ તબક્કો એટલે કે ઇન્ટરવ્યુ પાસ કરનાર ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે.

કોણ ભરતી માટે અરજી કરી શકે
SBI ની જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા ઉમેદવાર ભરતી માટે અરજી કરી શકે છે. ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર છે. સ્નાતકની સમકક્ષ શિક્ષણ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
SBI ની જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, PO પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સતાવાર વેબસાઈટ https://sbi.co.in/web/careers/probationary-officers પર જવાનું રહેશે.

હોમપેજ પર આપેલ કારકિર્દી વિભાગ પર ક્લિક કરો.

આપેલ પીઓ અથવા કારકુન માટે ઑનલાઇન એપ્લિકેશન લિંક જુઓ અને તેના પર ક્લિક કરો.

નોંધણી વિભાગ પર ક્લિક કરો અને માન્ય ઇમેઇલ, મોબાઇલ નંબરની મદદથી નોંધણી કરો

જનરેટ કરેલ ID પાસવર્ડ વડે એકાઉન્ટમાં લોગ ઇન કરો.

અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો અને અરજી ફી ચૂકવો.

એપ્લિકેશન સબમિટ કરો અને ફોર્મ ડાઉનલોડ કરો. સલામતી માટે તેની પ્રિન્ટ આઉટ પણ લો.

Be the first to comment on "સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવાની સુવર્ણ તક: 2000 થી વધુ જગ્યાઓ માટે બહાર પડી ભરતી, 60,000 થી વધુ મળશે પગાર"

Leave a comment

Your email address will not be published.


*