જાણો ગુજરાતની કઈ હોસ્પીટલમાં ડોક્ટર નહિ પણ સફાઈ વાળા કરી રહ્યા છે મરેલાનું પોસ્ટમોર્ટમ?

Published on Trishul News at 4:06 PM, Thu, 21 September 2023

Last modified on September 21st, 2023 at 4:11 PM

Smeemer Hospital in Surat: સુરતમાં આવેલી સ્મીમેર હોસ્પિટલમાં ફરી એક વાર વિવાદમાં આવી રહી છે. હોસ્પિટલની અંદર કામ કરી રહેલા સફાઈ કામદાર દ્રારા મરેલા વ્યકિતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તેની ફરિયાદ સફાઈ કામદાર યુનિયન દ્વારા કરવામાં આવી રહી છે.આ બાબતે પાલિકા કમિશનરને(Smeemer Hospital in Surat) આવેદનપત્ર પણ લખવામાં આવ્યું છે.અને કર્મચારીઓ પાસે બળજબરીથી કામ કરાવતા હોવાનો આરોપ પણ લગાવામાં આવ્યો છે.સફાઈ કામદાર દ્વારા પીએમ કરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે.

સુરત મહાનગર પાલિકા દ્રારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કામગીરી સ્મીમેર હોસ્પિટલના ડોકટરો એમબીબીએસ ડોકટરો નથી કરી રહ્યા અને આ ડોકટરોની જગ્યા પર પોસ્ટમોર્ટમની કામગીરી સફાઇ કામદારો પાસે કરાવતા હોવાની ફરિયાદ પાલિકા કમિશનરને કરવામાં આવી રહી છે. આ અંગે અખિલ ભારતીય સફાઇ કામદાર સંગઠને પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી છે.

અખિલ ભારતીય કામદાર સંગઠને કરેલી રજૂઆતમાં તેમને જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ કરતી વખત વિડીયો શુટીંગ કરવામાં આવે છે. મૃતકના વિશેરા બંધ ડબ્બામાં દવા નાંખી લેબમાં મોકલવાની કામગીરી સીનીયર ડોકટર MD પેથોલોજીસ્ટની દેખરેખ હેઠળ સહાયક ડોકટરો દ્વારા કરવાની હોય છે. પરંતુ સ્મીમેરમાં સિનિયર ડોકટર કે તેમના સહાયક ડોકટર આવી કોઇ કામગીરી કરતા નથી અને પોસ્ટમોર્ટમ વિભાગમાં વર્ગ:4ના સફાઇ કામદારો દ્વારા પોસ્ટમોર્ટમની કામગીરી કરવામાં આવે છે.

સફાઇકામદારોની કામ એ હોય છે કે પોસ્ટમોર્ટમ વિભાગમાં થતી ગંદકીની સફાઇ કરવાનું હોય છે. પોસ્ટમોર્ટમમાં વપરાતા સર્જીકલ બ્લેડનો ઉપયોગ ખાસ કરીને ડોકટરોએ કરવાનો હોય છે, પરંતુ સફાઇ કામદારો પાસે જબરજસ્તીથી આ કામગીરી કરવામાં આવી રહી છે.

સફાઈ કર્મચારીઓ દ્વારા PM રૂમની કામગીરી કરતા હોવાનો વિડિયો પણ સામે આવી રહ્યા છે. જ્યારે કામદાર યુનિયન દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સહિત લાગતા અધિકારીઓને આ કામગીરી અટકાવવાની સાથે યોગ્ય દિશામાં તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવું એ રહેવું કે તંત્ર કસૂરવારો સામે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે.

Be the first to comment on "જાણો ગુજરાતની કઈ હોસ્પીટલમાં ડોક્ટર નહિ પણ સફાઈ વાળા કરી રહ્યા છે મરેલાનું પોસ્ટમોર્ટમ?"

Leave a comment

Your email address will not be published.


*